બોલિવુડ સુપર સ્ટાર અક્ષય કુમારએ કોરોના વાયરસથી ચાલી રહેલી મહામારી સામે લડવા વડાપ્રધાન રાહત ફંડમાં 25 કરોડ રૂપિયાનું દાન કરી સહયોગ કર્યો છે. જેની જાણકારી અક્ષય કુમારે ટ્વીટર પર આપી હતી. અક્ષયે ટ્વીટ કરતા જણાવ્યું હતું કે- આ સમય જે લોકોના જીવન માટે ખૂબજ મહત્વનું છે અને લોકોનું જીવ બચાવવા સંભવ હોય તેટલું દાન કરવું જોઈએ. હું મારી સેવિન્ગ્સમાંથી વડાપ્રધાન રાહત ફંડમાં 25 કરોડનું યોગદાન કરવાની પ્રતિજ્ઞા કરું છું. ચાલો જીવ બચાવીએ, જાન હે તો જ્હાન હૈં તો અક્ષય કુમારના ટ્વીટ બાદ લોકો ટ્વિટર પર અક્ષયના વખાણ કરી રહ્યા છે.
ત્યાંજ બીજી બાજુ ટ્વીટર પર લોકોએ #સલમાન ખાન, શાહરૂખ ખાન, અને આમિર ખાન દાન કરોને ટ્રેન્ડ બનાવી રહ્યા છે. ટ્વિટર પર લોકો સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાનને લઈને બે ગ્રુપમાં વહેંચાયેલા જોવા મળી રહ્યા છે જ્યારે એક ગ્રુપ આ ત્રણ સેલેબ્સને રૂપિયા ડોનેટ કરવા કહી રહ્યું છે ત્યારે બીજુ ગ્રુપ સેલેબ્સના પક્ષમાં જોવા મળી રહ્યા છે. ઘણાં લોકોનું કહેવું છે કે આ સુપરસ્ટાર ઘણી વાર મદદ કરી ચુક્યા છે તો આવી કપરી પરિસ્થિતિમાં પણ તેઓ મદદ માટે આગળ આવશે. જો કે ટ્વીટર પર વધુમાં વધુ લોકો આમીર, સલમાન અને શાહરૂખની તરફેણમાં જોવા મળી રહ્યા છે.