ભોળાનાથ બાદ હવે કાળિયા ઠાકોર પણ ઓનલાઇન દર્શન આપશે

દેશ અને દુનિયામાં કોરોના વાયરસ થી બચવા પ્રવાસ કે તીર્થધામો જવાનું ટાળી રહ્યા છે સરકારના આહવાન બાદ પ્રજાજનોમાં પણ જાગૃતિ આવી છે અને 22 મી માર્ચે જનતા કર્ફ્યુમાં જોડાવા સૌ તૈયાર થઇ રહ્યા છે અને કોરોનાના કહેર સામે લડત લડવા સંયમ રાખી ધીરતાથી કામ લઇ રહ્યા છે ત્યારે ભારતના તમામ મોટા દેવાલયોના વહીવટદારો એ પણ લોકોની અવર જવર અટકાવવા અને ચેપને ભગાવવા મંદિરો બંદ કરી સેવા પૂજા યથાવત રાખી છે પ્રથમ જ્યોતિલિંગ સોમનથ મહાદેવ મંદિરના વહીવટદારો એ ભક્તોની લાગણી દુભાઈ નહિ તેનામાટે ઓનલાઇન દર્શનની વ્ય્વસ્થા કરી છે ભક્તો પણ ઘરે બેઠા ઓનલાઇન દર્શન કરી ધન્યતા અનુભવે છે તેવીજ રીતે હવે દુનિયાના રાજા ગણાતા ભગવાન શ્રી કૃષ્ણના જગત મંદિરમાં પણ પ્રસાસન દ્રારા ભક્તોની લાગણી આપી રોજિંદી સેવા ,શણગાર,રાજભોગના દર્શન થાય તેના માટે હવે આજથી 31 મી માર્ચ સુધી ઓનલાઇન દર્શ ની વ્યવસ્થા કરી છે જેમાં દિવસ દરમિયાનના તમામ પ્રકારના દર્શનો લાભ લેવા માટે  www.dwarkadhish.org પર કરી સકાશે લાઈવદર્શન નિહાળી શકાય અને તેને સબસક્રાઇબ કરી રોજેરોજ ના દર્શનનો લાભ લેવા દ્વારકા  દેવસ્થાન સમિતિ એ અનુરોધ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published.