////

ધારાસભ્યો બાદ હવે મતદારોને પૈસા આપીને ખરીદે છે ભાજપ : અમિત ચાવડા

આજે ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ત્યારે કરજણમાં નાણાં આપીને વોટ ખરીદવાનો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયોને લઈને કોગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.

આજે ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી અંગે ભાજપના કાર્યકરો દ્વારા મતદાતાઓને આપવામાં આવતા નાણાનો વિડીયો સામે આવ્યા બાદ થયા પછી કોંગ્રસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપ પહેલા નાણા આપીને ધારાસભ્યોને ખરીદતું હતું, હવે તે પ્રજાને પણ ચૂંટણી સમયે રૂપિયા આપીને ખરીદે છે. આમ ભાજપ હવે મતદાન વખતે લોકોના પણ મોલ લગાવી રહ્યું છે. આ દર્શાવે છે કે ભાજપ હતાશ થઈ ગયું છે.

Leave a Reply

Your email address will not be published.