/

ધારાસભ્યો બાદ શિક્ષકો શરૂ કરશે કોરોના સામે જંગ, 40 કરોડથી વધુની કરશે સહાય

કોરોના વાયરસ ધીમે ધીમે ગુજરાતને ભરડામાં લઈ રહ્યો છે.. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 39 પોઝિટિવ કેસ સામે આવ્યા છે જેમાં એકનું મૃત્યું પણ થયું છે.. કોરોનાના જંગ સામે લડવા અલગ અલગ ક્ષેત્રના કર્મચારીઓ અને રાજકારણીઓ દ્વારા આર્થિક મદદ કરવામાં આવી રહી છે.. ઉલ્લેખનીય છે કોંગ્રેસના વિવિધ ધારાસભ્યો દ્વારા 10 લાખની સહાય કરાવાની જાહેરાત કરાઈ છે.. જ્યારે રાજ્યના શિક્ષકો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળના શિક્ષકો અને ગુજરાત એસ.ટીના 40 હજાર કર્મચારીઓ દ્વારા એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહતનિધિમાં આપવાનો નિર્ણય કરાયો છે જેમાં રાજ્યના 2 લાખ 76 હજાર શિક્ષકો એક દિવસના પગાર પેટે કુલ 40 કરોડથી વધુની રકમ જમા કરાવશે..

Leave a Reply

Your email address will not be published.