///

AMUના વિદ્યાર્થીઓને PM મોદી બાદ IPS સંજીવ ભટ્ટના પત્ની કરશે સંબોધિત

અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટી શતાબ્દી સમારંભ મનાવી રહ્યું છે. ત્યારે એક દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે AMUના વિદ્યાર્થીઓ, ટીચર તેમજ બીજા સ્ટાફને સંબોધિત કર્યા હતા. ત્યારે હવે 25 ડિસેમ્બરે શ્વેતા ભટ્ટ AMUના વિદ્યાર્થીઓને સંબોધિત કરશે. શ્વેતા IPS સંજીવ ભટ્ટના પત્ની છે. સંજીવ ભટ્ટે ગુજરાત રમખાણ પર ગંભીર પ્રશ્ન ઉઠાવ્યા હતા. ત્યારબાદ તેમણે 30 વર્ષ જૂના એક કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

AMU હવે વધુ એક કાર્યક્રમનો સાક્ષી બનવા જઇ રહ્યું છે. જેમાં AMU કોર્ડિનેશન કમિટી આ કાર્યક્રમનું આયોજન કરી રહી છે. સર સૈયદ નોર્થ હોલમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમનું આયોજન 25 ડિસેમ્બરે સાંજે 6 વાગ્યે રાખવામાં આવ્યું છે. જેમાં શ્વેતા ભટ્ટનું સંબોધન ઓનલાઇન થશે. જેને AMU કોર્ડિનેશન કમિટીના ફેસબુક પેજ પર પણ લાઇવ કરવામાં આવશે. જેની માટે કમિટી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓએ પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધો છે.

PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, AMUના 100 વર્ષ પુરા થઇ રહ્યા છે, એવામાં 100 હોસ્ટેલના વિદ્યાર્થી કેટલાક રિસર્ચ કરે. આઝાદીના 75 વર્ષ પુરા થવાના પ્રસંગે આવા સ્વતંત્રતા સેનાનીયો વિશે રિસર્ચ કરો, જેના વિશે અત્યાર સુધી ઘણા ઓછા લોકો જાણે છે. જેમાં 75 આદિવાસી સ્વતંત્રતા સેનાની, 25 મહિલા સ્વતંત્રતા સેનાની વિશે જાણકારી ભેગી કરો. સાથે જ જૂની પાંડુલિપીને ડિઝિટલ ક્ષેત્ર દ્વારા દુનિયા સામે લાવો.

PM મોદીએ કહ્યુ કે, જે દેશનો છે, તે દરેક દેશવાસી છે. કેટલાક સમય પહેલા AMUના એક પૂર્વ વિદ્યાર્થીએ તેમની સાથે વાત કરતા જણાવ્યું કે, ક્યારેય મુસ્લિમ દીકરીઓને સ્કૂલમાંથી ડ્રોપ આઉટ રેટ 70 ટકાથી વધુનો હતો, કેટલાક દાયકાથી આવી જ સ્થિતિ હતી પરંતુ સ્વચ્છ ભારત મિશન બાદ હવે આ ઘટીને 30 ટકા રહી ગયુ છે. સર સૈયદનો સંદેશ કહે છે કે, દરેક કોઇની સેવા કરો, પછી તેનો ધર્મ અથવા જાતિ કઇ પણ હોય. એવુ જ દેશની દરેક સમૃદ્ધિ માટે તેનો દરેક સ્તર પર વિકાસ થવો જરૂરી છે.

આજે દરેક નાગરિકે વગર કોઇ ભેદભાવના વિકાસનો લાભ મળી રહ્યો છે. નાગરિક સંવિધાનથી મળેલા અધિકારોને લઇને નિશ્ચિત રહો, સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ જ સૌથી મોટો મંત્ર છે. સાથે જ અહીની લાઇબ્રેરીમાં કુરાન છે તો ગીતા-રામાયણનો અનુવાદ પણ છે. AMUમાં એક ભારત-શ્રેષ્ઠ ભારતની સારી તસવીર છે. અહી ઇસ્લામને લઇને જે રિસર્ચ થાય છે, તેનાથી ભારતનો ઇસ્લામિક દેશો સાથે સબંધ સારો થાય છે.

Leave a Reply

Your email address will not be published.