//

સરકારના નિર્ણય બાદ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તાએ આપી પ્રતિક્રિયા

મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્ય સરકાર ગુજરાતના 66 લાખ ગરીબ પરિવારો સહિત હવે APL-1 કાર્ડ ધારકોને મફતમાં અનાજ વિતરણ કરશે.. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે- APL-1 કાર્ડ ધારકોને પણ 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ, અને 1 કિલો ખાંડ આપવામાં આવશે.. તો APL-1 કાર્ડ ધારકોને આ વિતરણ ટૂંક સમયમાં કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્યના મધ્યમ વર્ગીય પરિવારો APL-1ના કાર્ડધારકો જેમને રાષ્ટ્રિય અન્ન સુરક્ષા ધારા NFSA અંતર્ગત અનાજ મળતું ન હતું.. તો હવે એવા 60 લાખથી વધુ APL-1 કાર્ડ ધારકોને કુંટુંબ દિઠ વિનામૂલ્યે અનાજ આપવામાં આવશે સરકારના આ નિર્ણય બાદ ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશીએ કહ્યું કે- સરકારે ખૂબ જ સારો અને ગરીબ પરિવારોના લાભ માટે નિર્ણય લીધો છે કોંગ્રસે ઘણી વાર આ નિર્ણય લેવા માટે સરકારને અપીલ કરી હતી સાથેજ તેઓએ કહ્યું કે- સરકાર દરેક લોકો સુધી અનાજ પહોંચાડે અને દાળ, ઘઉં અને ચોખાની ક્વોલિટીની પણ ચકાસણી કરે.

Leave a Reply

Your email address will not be published.