///

રાજયસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસમાં શરૂ થયું કમઠાણ

ગુજરાત કોંગ્રેસ સત્તામાં ફરી પોતાન સ્થાન હાંસિલ કરવા માટે પુરજોશમાં તૈયારીઓ કરી રહી છે. પરંતુ કોંગ્રેસના અમુક નેતાઓમાં પાર્ટીથી ખફા હોવાનું પણ બહાર આવ્યુ છે. આગામી દિવસોમાં સ્વરાજયની ચૂંટણી યોજાવવાની છે. જેને લઇને કોંગ્રેસમાં બેઠકોનો દોર પણ શરૂ થયો છે. સ્થાનિક ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટા ફેરફારો થયા છે. જેમાં યુથ કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ અને NSUIના પ્રદેશ અધ્યક્ષમાં ફેરફાર થવાની શકયતાઓ સેવાઇ રહી છે. તેમજ કોંગ્રેસ ચુંટણી જીતવા માટે અનેક કાર્યકતાઓ અને નેતાઓને પાર્ટીનાં અનેક કાર્યોની જવાબદારીઓ સોંપવામાં આવી છે. જેવા નવા નેતાઓનાં સંગઠનમાં બાકી રહેલી જવાબદારીઓ સોંપવામાં આવશે. હાલનાં કોંગ્રેસના NSUI તેમ યુથ કોંગ્રેસના અધ્યક્ષની વાત કરીએ તો મહિપાલ ગઢવી NSUI તેમજ યુથ કોંગ્રેસનાં ગુલાબસિંહ રાજપૂત અધ્યક્ષ છે. જેમનાં બદલે હવે બીજા નેતાઓને અધ્યક્ષ બનાવવામાં આવશે તેવી વાતો વહેતી થઇ છે. NSUI અને યુથ કોંગ્રેસ બે માંથી એક સંગઠન પ્રમુખ સૌરાષ્ટ્રથી હશે તેવા અનુમાન પાર્ટીમાં લગાવવામાં આવ્યા છે. જયારે કોંગ્રેસના મહત્વના અધ્યક્ષ કોને બનાવવામાં આવશે તેની અંદરો-અંદર કોંગ્રેસ પાર્ટીમાં ચર્ચાઓ ચાલી રહી છે.

રાજનૈતિક પાર્ટી કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી જુથવાદ ચાલી રહ્યો હોવાનું સામે આવી રહ્યુ છે. જેમાં કોંગ્રેસનાં નેતા અર્જુન મોઢવાડિયા છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ પાર્ટીથી ખફા છે. જેને લઇને તેમણે થોડા સમય પહેલા જ ટવીટ કરીને બળાપો ઠાલવયો હતો. ગઇકાલે કોંગ્રેસની ડિજિટલ સદસ્યતા અભિયાનની બેઠક યોજાઇ હતી. જેમાં પણ અર્જુન મોઢવાડીયા ગેરહાજર હતાં. જેમ-જેમ રાજયસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસમાં અંદર-અંદર કમઠાણ જોવા મળી રહ્યુ છે. જોકે રાજયસભામાં જવા માટે કોંગ્રેસ નેતાઓમાં ખેંચતાણ શરૂ થઇ ગયું છે. તેમાં અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસને ચિમકી આપી છે.
અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસના મોટા ગજનાં નેતાઓને ચિમકી ઉચ્ચારી હોવાનું બહાર આવ્યુ છે અને કોંગ્રેસમાં ચર્ચા ચાલી રહી છે.અર્જુન મોઢવાડીયાએ ચિમકી આપીને જણાવ્યુ હતુ કે, જો પોતાને રાજયસભામાં નહીં મોકલાય તો પાર્ટીને મોટુ નુકશાન થશે. કોંગ્રેસ ધારાસભ્યો ચૂટવાના ડર વચ્ચે કોંગ્રેસના નેતાઓ સામે મુસીબતો આલી છે. મોઢવાડીયાની ચિમકીથી ગુજરાતથી દિલ્હી કોંગ્રેસમાં ભૂકંપ આવી ગયો છે. કોંગ્રેસના નેતાઓની નારાજગીના કારણે જ અર્જુન મોઢવાડિયાની શુકવારની બેઠકમાં ગેરહાજરી વર્તાઇ હતી. હવે જોવાનું એ છે અર્જુન મોઢવાડિયાનાં રાજયસભામાં જવાનાં કોડ પૂરા થશે કે નહીં? શું અર્જુન મોઢવાડિયાને કોંગ્રેસ રાજયસભામાં મોકલશે? જેની સમગ્ર કોંગ્રેસ બેડામાં ચર્ચાઓ ચાલી રહી છે. રાજયસભાની ચૂંટણી સમયે જ કોંગેસમાં વિખવાદ અને જુથવાદ જોવા મળયો છે.

Leave a Reply

Your email address will not be published.