//

ત્રણ માસના હપ્તા બાદ હવે વ્યાજ અને મેન્ટેનન્સ માફ કરવા સરકારને કરી અપીલ

કોરોના વાયરસના કારણે દેશ સહિત સમગ્ર રાજયમાં વૈશ્વિક મહામારીના કારણે રાજ્યમાં આર્થિક કટોકટીની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્રારા હોમલોન, બિઝનેસલોનનાં ત્રણ માસના હપ્તાની સાથે વ્યાજ તેમજ મેન્ટેનન્સ ચાર્જમાં રાહત આપવા રાજ્ય સરકારને ભલામણ કરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા હોમલોન અને બિઝનેસલોનમાં ત્રણ માસના હપ્તાની રાહત આપવામાં આવી છે જો કે કોરોનાથી આવેલી વૈશ્વિક મહામારીના કારણે રાજ્યના નાગરિકો, ધંધાર્થીઓ, બિઝનેસમેનોના ધંધા રોજગાર ઠપ બન્યા છે. અને કોરોના વાયરસના કારણે આવકનું પ્રમાણ પણ નીચે જઈ રહ્યું છે. તેથી આવા નાગરિકો અને ધંધાર્થીઓ અને ખેડૂતો કે જેમણે બેન્ક પાસેથી ધિરાણ લીધું છે તેઓ પાસેથી વ્યાજ કે અન્ય મેટેનન્સ ચાર્જ લેવામાં ના આવે તેવી અપીલ કરવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published.