////

થરાદ-ધાનેરામાં ડિપથેરીયાના લક્ષણો સામે આવતા તંત્ર આવી હરકતમાં

રાજ્યમાં એક બાજુ હજુ તો કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે બનાસકાંઠાના થરાદ અને ધાનેરામાં ડિપથેરિયાના લક્ષણો સામે આવ્યા છે. જેને લઈને લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જેને પગલે થરાદમાં ડિપથેરિયા માટે ખાસ આઇસોલેશન વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. જોકે ચોંકાવનાર વાત તો એ છે કે, આ ડિપથેરિયાને કારણે 3 બાળકોના શંકાસ્પદ મોત નિપજ્યા છે. જેના પગલે આરોગ્ય વિભાગ પણ એલર્ટ થઇ ગયું છે.

ડિપથેરિયાના લક્ષણો સામે આવતા તંત્ર પણ સાવચેત થઇ ગયું છે. આ ઉપરાંત કોરોનાની જેમ જ થરાદમાં ડિપથેરિયા માટેનો પણ અલગ વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે.

ડિપથેરિયા રોગ..
ડિપ્થેરિયા રોગ એ કોરીનેબેક્ટેરિયમ બેક્ટેરિયાના ઈન્ફેક્શનથી ફેલાતી બીમારી છે. આ બેક્ટેરિયાની અસર મોટા ભાગે 2 વર્ષથી 10 વર્ષ સુધીના બાળકોમાં આ રોગ થઇ શકે છે. આ બેક્ટેરિયા સૌથી પહેલાં ગળામાં ઈન્ફેક્શન ફેલાવે છે, જેના કારણે શ્વાસનળી સુધી ઈન્ફેક્શન ફેલાઇ જાય છે અને દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. જોકે એક સ્થિતિ બાદ તેમાંથી ઝેર નીકળવા લાગે છે જે લોહીના માધ્યમથી બ્રેઇન અને હાર્ટ સુધી પહોંચે છે અને તેને ડેમેજ કરવા લાગે છે. આવી સ્થિતિએ દર્દીને મોતનો ખતરો વધી જાય છે. ડિપ્થેરિયા સરળતાથી એક વ્યક્તિથી અન્ય વ્યક્તિમાં ફેલાઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published.