///

કૃષિ કાયદા ખેડૂતોના લાભ માટે લાવવામાં આવ્યા છે : રાજનાથ સિંહ

રક્ષાપ્રધાન રાજનાથ સિંહે ઉદ્યોગ સંગઠન ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની 93મી વાર્ષિક બેઠકને સંબોધિત કરી. આ દરમિયાન ખેડૂત આંદોલનનો ઉલ્લેખ કરતાં રાજનાથ સિંહે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની તાકાત અને કૃષિ ક્ષેત્રને નબળું કરવા માટે પગલા ભર્યા હોવાનો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો. ખેડૂતોની આવક વધારવા માટે કૃષિ ક્ષેત્રોમાં સુધાર પર ફોકસ કરવામાં આવ્યું છે. અમારી સરકાર હંમેશાથી દેશના ખેડૂતોના સર્વોત્તમ હિતોનું ધ્યાન રાખતી આવી છે.

આ ઉપરાંત રાજનાથ સિંહે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી FICCIની વાર્ષિક બેઠકને સંબોધિત કરતાં આ વાત કહી. તેમણે કહ્યું કે, સરકાર ખેડૂતોની વાત સાંભળવા માટે તૈયાર રહે છે. તેનું જ પરિણામ છે કે સરકારની ખેડૂતોની સાથે અત્યાર સુધી 5 ચરણની મંત્રણા થઈ ચૂકી છે. સાથે જ સરકારે એક પ્રસ્તાવ પણ ખેડૂતોને મોકલ્યો છે. પરસ્પર ગેરસમજને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર સતત પ્રયાસ કરી રહી છે. અમારા તરફથી ખેડૂતોને એ આશ્વાસન પણ આપવામાં આવ્યા છે, જેને અમે પૂરી કરી શકીએ છીએ. અમે ચર્ચા અને વાતચીત માટે હંમેશા તૈયાર છીએ.

તેમણે વધુમાં કહ્યું કે, મોદી સરકાર માટે કૃષિ ક્ષેત્ર પ્રાથમિકતાનું ક્ષેત્ર છે. આ એક એવું ક્ષેત્ર છે જે કોરોના મહામારીના ખરાબ પ્રભાવોથી બચવામાં સક્ષમ રહ્યું છે. તે માત્ર અમારી સરકાર માટે નહીં પરંતુ કોઈ પણ સરકાર માટે સારી સ્થિતિ છે.

મહત્વનું છે કે, લદાખમાં LACની બંને તરફ ભારત અને ચીનની સેનાની તૈનાથી પર રક્ષાપ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, ભારતીય સુરક્ષાદળોએ લદાખમાં વિષમ પરિસ્થિતિઓમાં પણ અનુકરણીય સાહસ અને ઉલ્લેખનીય દર્શાવ્યું છે. આપણા સુરક્ષાદળોએ ચીનની સેનાની સાથે બહાદુરીથી લડાઈ કરી અને તેમને પાછળ હટાવવા માટે મજબૂર કર્યા.

Leave a Reply

Your email address will not be published.