/

કોરોનાને લઇ એહમદ પટેલે પ્રધાનમંત્રી ફંડમાં 1 લાખ જમા કરાવી ગુજરાતના મુખ્યમંત્રીને લખ્યો પત્ર

એહમદ પટેલે 1 લાખ પ્રધાનમંત્રી રાહત નિધિ ફંડમાં આપ્યા સાંસદની ગ્રાન્ટ માંથી 1 કરોડની માંગ કરી સસ્તા અનાજની દુકાનમાં અનાજ ફાળવવા માંગ કરી છે રાજકીય આગેવાનોએ દાનની સરવાણી શરુ કરી એહમદ પટેલે પોતાના ખિસ્સામાંથી 1 લાખ અને સાંસદ ગ્રાન્ટ માંથી 1 કરોડની માંગ કરી છે. રાષ્ટ્રીય કોંગ્રેસ ખજાનચીએ પ્રધાનમંત્રી રાહત ફંડમાં 1 લાખ આપી અને 1 કરોડની ગ્રાન્ટ માંગી ગરીબોને એક માસનું વધારાનું રાસન આપવા પત્ર લખ્યો હતો. રાષ્ટ્રીય કોંગ્રેસના ખજાનચી એહમદ પટેલે આજે કોરોના વાયરસ જેવી મહામારીના સમયમાં લોકોની મુશ્કેલી વધી રહી છે લોકોના વેપાર ધંધા બંધ કરી ઘરે બેસવું પડી રહ્યું છે કેટલાક પરિવારો બેકાર છે તેમની હાલત પર કોંગ્રેસ ખજાનચી એહમદ પટેલે દયા ખાઈ આજે પોતાના ખર્ચમાં કાપ મૂકી રોકડા 1 લાખ પ્રધાનમંત્રી રાહતફંડમાં આપ્યા હતા અને વધારાના 1 કરોડ રૂપિયા સરકાર પાસેથી ગ્રાન્ટમાં આપવા અનુરોધ કર્યો હતો એહમદ પટેલે રાજ્યસભાના અધ્યક્ષને એક પત્ર લખી રજુઆત કરી હતી કે સાંસદ નિધી ફંડ માંથી (MPLED) માંથી એક કરોડની સહાય કોરોના મહામારી માટે જરૂરી વ્યવસ્થાતંત્ર માટે ફાળવવા માંગ કરી હતી એન એ એક જોગવાઈ છે અને આપી શકાય છે તેમાંથી ફાળવણી કરી અને ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી કે બેરોજગાર અને મજુરી કરી ગુજરાન ચલાવતા શ્રમિકોને એક માસનું રાસન સસ્તા અનાજની દુકાન માંથી કરી આપે તેવી પણ રજુઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published.