/

કોંગ્રેસના દિગ્ગ્જ નેતા એહમદ પટેલની મુશ્કેલીમાં વધારો

કોંગ્રેસના દિગ્ગ્જ નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીના અંગત સલાહકાર એહમદ પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. અહેમદ પટેલને ઇન્કમટેક્સ વિભાગે નોટિસ પાઠવી સમન્સ પાઠવ્યું છે. ઇન્કમટેક્સ વિભાગ સમક્ષ હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે. હવાલા ટ્રાન્ઝેક્શન તપાસ માટે નોટિસ પાઠવવામાં આવી છે.

અહેમદ પટેલને પટેલને 400 કરોડ રૂપિયાના હવાલા ટ્રાન્ઝેક્શન મામલે નોટિસ આપી આઇટી સમક્ષ હાજર થવાના આદેશ અપાયા છે. એહમદ પટેલ કોંગ્રેસના ખજાનચી હોવાથી અહેમદ પટેલની પૂછપરછ કરવામાં આવશે. કોંગ્રેસના ખાતાઓમાં 400 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન મામલે IT વિભાગ તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published.