////

અમદાવાદ :ઈન્દ્રપ્રસ્થ ટાવરના 220 અને આનલ ટાવલના 190 ઘર માઈક્રો કન્ટેઈનમેન્ટ યાદીમાં સામેલ

રાજ્યમાં કોરોનાનો હાહાકાર વધી રહ્યો છે. જેને પગલે રાજ્યના મોટા શહેરોમાં રાત્રિ કરફ્યૂ લાદવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા રોજ રાત્રે માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારોની નવી યાદી જાહેર કરવામાં આવે છે. જેમાં કયા વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધુ છે તે જાણી શકાય છે. ત્યારે એક તરફ જ્યાં અમદાવાદમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે, ત્યાં બીજી તરફ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં પણ મોટો વધારો થયો છે.

ત્યારે નવી જાહેક કરાયેલ યાદીમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. જેમાં હિમાલયા મોલ નજીકના ઇન્દ્રપ્રસ્થ ટાવરના 220 ઘરના 800 લોકો માઈક્રો કન્ટાઇનમેન્ટમાં છે. તો નવરંગપુરા આનલ ટાવરના 190 ઘરના 793 લોકો માઈક્રો કન્ટાઇનમેન્ટમાં મૂકાયા છે. તેમજ બોડકદેવ સુરેલ એપાર્ટમેન્ટના 160 ઘરના 650 લોકો માઈક્રો કન્ટાઇનમેન્ટમાં મૂકાયા છે.

ગત બુધવારે AMC માઈક્રો કન્ટાઇનમેન્ટની નવી યાદી જાહેર કરાઈ, જેમાં અમદાવાદમા માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તાર 200થી ઉપર પહોંચ્યા છે. 31 વિસ્તાર માઈક્રો કન્ટેઇનમેન્ટની યાદીમાં મૂકાયા છે. તો અગાઉના 10 વિસ્તાર રદ્દ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારોની સંખ્યા 224 પર પહોંચી છે.

આ ઉપરાંત અમદાવાદમાં કોવિડના દર્દીઓને ખાનગી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવાના માપદંડ નક્કી કરાયા છે. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશનએ કોરોના દર્દીઓના ડિસ્ચાર્જ માપદંડ નક્કી કર્યા છે. જે મુજબ છેલ્લા 48 કલાકથી તાવ ન આવતો હોય તો દર્દીને ડિસ્ચાર્જ કરાશે.

Leave a Reply

Your email address will not be published.