રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. શહેરમાં આવેલા વસ્ત્રાપુરનમાં કાસવ્યો ફલેટમાં 40થી વધારે કેસ સામે આવ્યા છે. જેને પગલે તંત્ર હરકતમાં આવ્યું છે. ત્યારે AMCએ કાસાવ્યો ફ્લેટના કેટલાક મકાનને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મૂક્યા છે.
અમદાવાદમાં કોરોનાના પગલે જાહેરમાં માસ્ક વિના ફરનાર લોકો સામે 1 હજાર રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવી રહ્યો છે. બે દિવસ પહેલા જ બોપલના સફલ પરિસરમાં એકસાથે 80 જેટલા કેસ સામે આવ્યા હતા. ત્યારે આજે વસ્ત્રાપુરમાં આવેલા કાસવ્યો ફલેટમાં 40 કેસ સામે આવતા તંત્રમાં દોડધામ જોવા મળી રહી છે. તમામ ફલેટને હાલ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મૂક્વામાં આવ્યો છે.
અમદાવાદમા કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે દર્દીઓ અને ઉપલબ્ધ બેડની સંખ્યા મામલે તંત્રના દાવા શંકાના દાયરામાં આવ્યા છે. તંત્રના ચોપડે શહેરમાં એક્ટીવ કેસની સંખ્યામાં માત્ર 2840 છે, જ્યારે કે ઉપલબ્ધ બેડ મામલે તંત્રના મોટા દાવા કંઈક અલગ છે. મે-જૂનમાં એક્ટિવ કેસોની સંખ્યા 5200 ઉપર હતી. આ પરિસ્થિતિ વચ્ચે પણ દર્દીઓને અમદાવાદમાં જ સારવાર અપાતી હતી.