////

અમદાવાદઃ પ્રેમીની કરતૂતોને ચીઠ્ઠીમાં લખીને બે સંતાનોની માતાએ કરી આત્મહત્યા

નોકરી પૂર્ણ કરીને ઘરે પરત ફર્યા હતા ત્યારે તેમણે દૂધ લાવવા માટે તેમની પત્ની ને ફોન કર્યો હતો. જો કે ફોન તેમની ચાર વર્ષની દીકરી એ ઉપાડ્યો હતો અને મમ્મી મમ્મી કરવા લાગેલ. જેથી ફરિયાદીને શંકા જતા તેઓ તાત્કાલિક ઘરે પહોંચ્યા હતા.

અમદાવાદઃ અમદાવાદ લગ્નેત્તર સંબંધોની ઘટનાઓ છાસવારે બનતી રહે છે અને આવા સંબંધોમાં ક્યારેક આત્મહત્યા જેવી ઘટના પણ સામે આવતી રહે છે. ત્યારે અમદાવાદ શહેરમાં આવી જ એક કમકમાટી ભરી ઘટના બની હતી. જ્યાં બે સંતાનોની માતાએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જોકે, મરતા પહેલા પરિણીતાએ સુસાઈડ નોટમાં પોતાની આપવીતી વ્યક્ત કરી હતી. આ અંગે વાડજ પોલીસ સ્ટેશનમાં પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથધરી હતી.

કરુણ ઘટના અંગે વાત કરીએ તો અમદાવાદ શહેરના નવા વાડજ ખાતે રહેતા અને ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતા પંકજ બાવા નોકરી પૂર્ણ કરીને ઘરે પરત ફર્યા હતા ત્યારે તેમણે દૂધ લાવવા માટે તેમની પત્ની ને ફોન કર્યો હતો. જો કે ફોન તેમની ચાર વર્ષની દીકરી એ ઉપાડ્યો હતો અને મમ્મી મમ્મી કરવા લાગેલ. જેથી ફરિયાદીને શંકા જતા તેઓ તાત્કાલિક ઘરે પહોંચ્યા હતા. ઘરે પરત આવ્યા તો જોયુ તો પત્ની પંખા સાથે લટકતી હલતમાં મળી આવી હતી. પંખા સાથે દુપટ્ટો બાંધી પત્નીએ આપઘાત કરી લીધો હતો.

બનાવની જાણ પોલીસ ને થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસમાં લાગી હતી. તપાસ દરમ્યાન એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં મૃતક મહિલાએ લખ્યું હતું કે, હું મારા બે છોકરાઓને રખડતાં છોડી જાઉં છું, એના માટે મને મારા બે છોકરાઓ માફ કરજો. મેં મારી જીંદગીમાં બહુ મોટી ભૂલ કરી છે અને મનીષ પ્રજાપતિ સાથે સંબંધ રાખ્યો છે. એ માણસ મારા મન અને શરીર સાથે રમત રમી રહ્યો હતો. છેલ્લા એક વર્ષથી એની સાથે મારા ખરાબ સંબંધ હતા.

એણે જીદ કરી હતી કે, તને લવ કરૂ છું અને હવે મને ખબર પડી તે એના જીવનમાં મારા જેવી ઘણી બધી સ્ત્રી સાથે તેના ખરાબ સંબંધ છે અને હું એના આ ખરાબ સંબંધોથી કંટાળીને આત્મહત્યા કરૂ છું. એ માણસે મને ઉલ્લુ બનાવી છે અને મારા તન અને શરીર સાથે રમત રમી છે.

અંતમાં મહિલાએ લખ્યું હતું કે, મારા મોતનું કારણ મનીષ પ્રજાપ્રતિ છે, જે ભીમજીપુરાના ચંદ્રભાગામાં સૌરભ સ્કૂલ પાસે રહે છે અને તેને સજા મળવી જોઇએ. પોલીસને આ બાબતની જાણ થતાં જ પોલીસે આરોપી મનિષ પ્રજાપતિના વિરુદ્ધમાં ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.