///

ડોનાલ્ડ ટ્રમ્પ ગરીબોની ઝુપડપટ્ટી જોઈના જાય :તંત્રએ બચાવી આબરૂ

સમગ્ર વિશ્વમાં ગુજરાતની મોટી-મોટી વાતો થઇ રહી છે. આ ગુજરાત મોર્ડલને નિહાળવા વિશ્વની મહાસત્તાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૪ ફેબ્રુઆરીએ અમદાવાદ આવી રહ્યા છે જેનું ભવ્યથી અતિ ભવ્ય સ્વાગત એરપોર્ટ પર થવાનું છે ત્યારે વિકાસનાં બણગા ફુંકતા ગુજરાતનાં મુખ્યમંત્રી અને અમદાવાદ મ્યુનિપલ કોર્પોરેશનનાં અધિકારીઓએ  અને પદાધિકારીઓએ એરપોર્ટ નજીક આવી રહેલી ઝુંપડપટ્ટીને ફરતે ઉચી દીવાલ કરી વિકાસ મોર્ડલ બનાવવાની વાત કરી રહ્યા છે.

જો દીવાલ ના હોય તો સમગ્ર ઝુંપડપટ્ટી ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્વ મોદી જોઇ જાય તો ગુજરાતના અધિકારીઓને ઠપકો સાંભળવો પડે. આ બાબતનો ઠપકો ના સાંભળવો પડે તેના માટે દીવાલો બનાવીને ઝુંપડપટ્ટીઓ ઢાંકી દીધી છે જેનાંથી ઝુંપડપટ્ટીમાં વસતા ગરીબ લોકોને મુશ્કેલી પડી રહી છે. એકબાજુ ગુજરાત મોર્ડલ વિકાસની વાતો સમગ્ર વિશ્વમાં વહેતી થઇ હતી. જયારે ડોનાલ્ડ ટ્રમ્પ જેવા નેતા ગુજરાત મુલાકાતે આવતા હોય ત્યારે રાજય સરકાર અને સ્થાનિક પ્રશાસન ધંધે લાગ્યુ છે.

ગુજરાતની ગરીબી ડોનાલ્ડ ટ્રમ્પ જોઇ ના જાય અને વિકાસની આબરૂના લીરેલીરા ઉડે નહી જેના માટે ૧ કિલોમીટર સુધી લાંબી અને ૭ ફુટ ઉંચી દીવાલ બનાવીને ગુજરાતના અમદાવાદના ૫૦૦૦ પરિવારોને તંત્રએ રાતોરાત ઢાંકીને પોતાની આબરૂ બચાવી લેવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published.