///

અમદાવાદમાં સફાઈ કર્મચારીઓએ ધરણાં સ્થળે જ રસોડુ શરૂ કર્યું

અમદાવાદમાં વારસાઈ હક્ક સહિતની માંગોને લઈને સફાઈ કર્મચારીઓની હડતાલ દિન-પ્રતિદિન જલદ્દ બનતી જઈ રહી છે. ત્યારે હવે AMCના સફાઈ કર્મચારીઓ પણ દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનના માર્ગે ચાલી રહ્યાં હોય તેમ ધરણાં સ્થળે જ રસોડું બનાવ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદમાં ધરણાંમાં સામેલ લોકો માટે સ્થળ પર જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં મહિલાઓ દ્વારા શાક સમારવાની અને પુરુષો દ્વારા રસોઈ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સફાઈ કર્મચારીઓને જોતા આ લડત લાંબી ચાલે તેવી સંભાવના છે. સફાઈ કર્મચારીઓનું કહેવું છે કે, અહીં 2500 લોકો માટે રસોડાની તૈયારી કરવામાં આવી છે.

અમદાવાદમાં બુધવારે સાંજે જ પોતાની વિવિધ માંગોને લઈને સફાઈ કર્મચારીઓ બોડકદેવ સ્થિત મનપાની કચેરીમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં એક સફાઈ કર્મીએ ઝેર પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેને પગલે ગુરુવારથી સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે. આ અંગે કર્મચારીઓનું કહેવું છે કે, જ્યાં સુધી અમારી માંગો નહીં સ્વીકારાય, ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાલ ચાલુ જ રહેશે.

Leave a Reply

Your email address will not be published.