//

અમદાવાદ AMCએ લીધો વધુ એક મહત્વનો નિર્ણય, એક પરિવારના સભ્યોને…

કોરોનાના વાઇરસના કેસ દિવસને દિવસે વધી રહ્યાં છે. ત્યારે તે સમયે અનેક પરિવારોના પોતાના સંબંધીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ત્યારે એક જ પરિવારનાં સભ્યોને અલગ-અલગ હોસ્પિટલોમાં દાખલ કરવાની બાબત સામે આવી હતી. જેમા AMC દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામા આવ્યો છે. કે તાત્કાલિક 108ને સૂચના આપવામાં આવી છે કે બને ત્યાં સુધી એક પરિવારનાં સભ્યોને એક જ હોસ્પિટલમાં લઈ જવામાં આવે. આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં રહેશે. તેમ છતાં કોઈપણ વ્યક્તિગત કિસ્સાઓ પ્રકાશમાં આવે તો તેનું ધ્યાન દોરવા વિનંતી છે.

છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ વધતા તંત્ર દ્વારા અમદાવાદ બહારની હોસ્પિટલ સાથે સંકલન કરવામાં આવ્યું હતુ કે કોઇ પણ પરિસ્થિતિ પહોંચી વળવા માટે કઇ રીતની વ્યવસ્થા કરવી તે અંગે નિર્ણય લેવાયો હતો કે અમદાવાદ શહેરના પૂર્વ અને દક્ષિણ ઝોન વિસ્તારમાં આવતા વોર્ડના કોરોના દર્દીઓ કરમસદ અને ખેડા તેમજ આણંદ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે.

જેમા એક જ પરિવારના બેથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા હોય તો તેમને અલગ અલગ હોસ્પિટલમા દાખલ કરવામાં આવતા હતાં. જેના પગલે દર્દી માનસિક રીતે ભાંગી પડતો હતો. આજે મળેલી કોરોના મહામારી અંગેની સમિક્ષા બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

અધિક મુખ્ય સચિવ ડો.રાજીવ કુમાર ગૃપ્તા અને મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર તેમજ તમામ ઝોનના ડેપ્યુટી કમિશનર બેઠકમાં હાજર રહ્યા હતાં. આ બેઠકમાં આ મુદ્દે પણ ચર્ચા થઇ હતાં. જેમાં એક નિર્ણય લેવાયો હતો કે શક્ય બને ત્યાં સુધી કોરોનાના એક જ પરિવારના સભ્યને એક જ હોસ્પિટલમા દાખલ કરવા નિર્ણય કરાયો છે. અમદાવાદ શહેરમાં બહાર લઇ જવાતા દર્દીઓ માટે આ નિર્ણય લાગુ પડશે.

Leave a Reply

Your email address will not be published.