////

ભારત બંધ : અમદાવાદ APMC રાબેતા મુજબ ચાલુ

અમદાવાદની APMCમાં ભારત બંધનું સમર્થન જોવા મળ્યું નહતું. અમદાવાદમાં ત્રણ મોટા APMC બજાર આવેલા છે. જ્યાં સ્થાનિક તેમ જ આંતરરાજ્ય વિસ્તારોમાંથી રોજે રોજ શાકભાજી આવે છે. ત્યારે આજે મંગળવારે બંધના એલાન વચ્ચે પણ APMC બજાર ચાલુ રાખવામાં આવી છે. APMC બજારમાંથી કોઇપણ વેપારી કે એસોસિએશન બંધમાં જોડાયું નહતું અને બંધને સમર્થન આપ્યું નહતું.

અમદાવાદ APMCમાં બંધના એલાન વચ્ચે પણ રાબેતા મુજબ બહારના રાજ્યોમાંથી શાકભાજીની આયાત થઈ છે. પંજાબ, રાજસ્થાન, કર્ણાટક સહિત અનેક રાજ્યોમાંથી શાકભાજીઓની ગાડી રાબેતા મુજબ જ આવી હતી. એક દિવસના બંધના કારણે શાકભાજીના ભાવમાં કોઇ ફરક પડ્યો નથી. ખેડૂત આંદોલનને લઈને જે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે તે બંધને લઈને આગામી સમયમાં શાકભાજીના ભાવમાં વધારો નહીં થાય. અને ભાવ યથાવત જ રહેશે.

આ તકે ભારત બંધ કરાવવા જે નેતાઓ અને આગેવાનોએ એલાન આપ્યું હતું તેમની પોલીસે સવારથી જ અટકાયત કરી લીધી હતી. અમદાવાદમાં અત્યાર સુધી કોઈ બજાર કે દુકાન બંધ કરવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published.