///

અમદાવાદમાં સુવિધા માટે બનેલ SVP હોસ્પિટલે ઉઘાડી લૂંટ શરુ કરી

અમદાવાદમાં અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી અને અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત SVP હોસ્પિટલમાં હવે ધીમે-ધીમે ભાવ વધારાનો દોર શરૂ થઇ ગયો છે. SVPમાં વેન્ટીલેટરના ચાર્જમાં દસ ગણો વધારો કરવામાં આવ્યો છે. 3 માર્ચના રોજ મળેલી હોસ્પિટલની બેઠકની આ નિર્ણય લેવામાં આવ્યો છે. હોસ્પિટલના સત્તાધીસોના આ નિર્ણયને લઇને દર્દીઓની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે.

રિપોર્ટ અનુસાર 3 માર્ચના રોજ અમદાવાદની SVP હોસ્પિટલમાં મેડિકલ એજયુકેશન ટ્રસ્ટની એક બેઠક મળી હતી અને આ બેઠકમાં વેન્ટીલેટરની સુવિધાને લઇને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અનુસાર વેન્ટીલેટરનો 200 રૂપિયાનો ચાર્જ વધારેને સીધો 2,000 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. માત્ર વેન્ટીલેટરના ચાર્જમાં જ નહીં પરંતુ દર્દીઓની સારવારના ચાર્જમાં વધારો કરવાની પણ દરખાસ્ત બેઠકમાં રજૂ કરવામાં આવી હતી.

વેન્ટીલેટર ચાર્જમાં એક જ ઝાટકે દસ ટકાનો વધારો કરવાનું કારણ હોસ્પિટલના સત્તાધીશોએ જણાવ્યું હતું કે, હોસ્પિટલ શરૂ થઇ હતી ત્યારે વેન્ટીલેટરનો ચાર્જ પ્રિન્ટીંગ મિસ્ટેકના કારણે 20,00 રૂપિયાની જગ્યા પર 200 રૂપિયા થઈ ગયો હતો. પ્રિન્ટીંગ ભૂલના કારણે હોસ્પિટલ દ્વારા દર્દીઓ પાસેથી 200 રૂપિયા વેન્ટીલેટર ચાર્જ વસુલવામાં આવતો હતો પરંતુ હવે મેડિકલ એજયુકેશન ટ્રસ્ટની બેઠકના નિર્ણય પછી એપ્રિલ-2020થી વેન્ટીલેટરનો 2,000 રૂપિયા ચાર્જ વસુલવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.