//

અમદાવાદના ચિરિપાલ ગ્રુપ પર કોંગ્રેસ ના આક્ષેપ :જાણો વધુ વિગતો :

નારાેલના પીપળજ-પીરાણા રાેડ પર વેલ ચીરીપાલ ગ્રુપની નંદમ ડેનિમ નામની કાપડની ફેકટરીમાં શનિવારે સાંજે ભીષણ આગ લાગતાં સાંત લાેકાેના માેત થયા હતાં. ધરપકડથી બચવા ચીરીપાલ ગ્રુપના એમડી જયાેતિ ચીરીપાલ, સીઇઓ  દીપક ચીરીપાલ અંડરગ્રાઇન્ડ થઇ ગયા હતાં. નારાેલ પાેલીસે એમડી જયાેતિ ચીરીપાલ, સીઇઓ  દીપક ચીરીપાલ, ઓલટાઇમ ડીરેકટર પી.કે શર્મા, શિટંગ વિભાગના જનરલ મેનેજર બી.સી પટેલ, ડેપ્યુટી જનરલ મેેનેજર એ.એમ પટેલ અને ફાયર ઓફિશર  રવિકાંત સિન્હા સામે બેદરકારીનાે ગુનાે નાેંધી તપાસ શરૃ કરી છે. જેમાં 3 લાેકાેની ધરપકડ થઇ છે.

આ અંગે કાેંગ્રેસના પ્રવકતા મનીષ દાેષીએ નિવેદન આપતા  જણાવ્યુ હતુ કે, ભાજપની ધન સંગ્રહ યાેજનાના ભાગીદાર ચીરીપાલ ગ્રુપની ફેકટરીમાં વારંવાર આવી ઘટનાઓ  બને છે. તેમજ લાેકાેના માેત થયા છતાં સરકાર ચીરીપાલનું હિત સાચવવા કંઇ બાેલતી નથી. ગુજરાત ઉધાેગિક સલામતીમાં પાછળ ધકેલાઇ ગયું છે. તેમ છતાં સરકારને કાેઇ શરમ આવતી  નથી. ચીરીપાલની ફેકટરી કયાં આધાર પર નાેંધાઇ છે. ફેકટરી ઇન્સ્પેકટરે કયારે ઇન્સ્પેકશન કર્યું હતું. તેનાે પણ જવાબ આપવો જોઈએ,ધન સંગ્રહ યાેજનામાં ભાગીદાર થઇને આવી ગેરકાયદેસર ફેકટરીઓ  ધમધમે છે. કાેના કહેવાથી આ  ગેરકાયદેસર ફેકટરીઓ  ચાલે છે. કાેર્પાેરેશનનાં કયાં અધિકારીઓ  પરવાના આપ્યો છે. તેને લઇને સવાલાે ઉઠયા છે. ચીરીપાલ ગ્રુપ સામે તાત્કાલિક પગલા ભરવામાં આવે  સાથે સાથે ચીરીપાલ ગ્રુપની અન્ય ફેકટરીઓ ની તપાસ કરવામાં આવે  
અગાઉ પણ ચીરીપાલ ગુપની શાંતિ બિઝનેશ સ્કુલ વિવાદમાં આવી ચુક્યો  છે.250 બીબીએના વિધાર્થીઓની ડિગ્રી ઉપર સવાલ ઉભા થયા હતાં. વળી તેના સાહસાેમાં નાણાકીય વર્ષ પુરા થવા અાવે અેટલે કે માર્ચ અેનડંગ અાવે તે પહેલા તે વીમા પાસ કરાવવા અથવા તાે પાેતાના બેનામી હિસાબાેને છુપાવવા માટે આગ લગાવીને ગરીબાેનું ભાેગ લેતુ હાેવાના આરાેપ વારંવાર તેના મૃત કર્મચારીના પરિવારજનાે દ્વારા થયા હતાં.

આગ મામલે ફાયર બ્રિગેટના વડા દસ્તુરને પુછતા જણાવ્યુ કે, જે યુનિટમાં આગ લાગી હતી. તેમાં ફાયર એનઓસી  જ નહતી .સમગ્ર ઇનિડસ્ટીયલ ઝાેનનાં યુનિટ ચેક કરી એનઓસી આપવાનાે પ્રશ્ર ઉભાે થતાે નથી. પરંતુ અનેક કિસ્સાઓમાં જે તે ઉધાેગપતિ અમુકની એનઓસી  લે અને અમુકની ન લે તેવું સગવડિયું ધાેરણ અપનાવતા હાેઇ ચીરીપાલ મામલે ઝીણવટભરી તપાસ થશે. આજે JSP,DSP,ACP, વટવા પોલીસ,નારોલ પોલીસ  સહિતના પોલીસે અધિકારીઓ કંપનીમાં તાપસ મામલે પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published.