//

Breaking News : અમદાવાદનો કોટ વિસ્તાર બફરઝોન તરીકે જાહેર

કોરોનાના સતત વધતા કેસનો મામલે અમદાવાદ કોર્પોરેશને અતિ મહત્વનો નિર્ણય લીધો છે. સમગ્ર કોટ વિસ્તારને બફર ઝોન તરીકે અમલમાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મધ્ય ઝોનમાં આવતા 6 વોર્ડને કોરોનાના બફર ઝોન તરીકે જાહેર કરાયો છે. કોટ વિસ્તારમાં આવતા 3 દરવાજાની હદમાં ખાસ ટિમ મુકવામાં આવશે આ ટિમ કોટ વિસ્તારની હદમાં પ્રવેશતા તમામની તબીબી તપાસ કરશે. મ્યુનિસિપલ કમિશનરની સૈદ્ધાંતિક મંજૂરી મળી, સત્તાવાર જાહેરાત હજુ નથી થઇ. અમદાવાદના રાયપુર, કાલપુર, સારંગપુર, દિલ્હી દરવાજા, શાહપુર, જમાલપુર જેવા કોટ વિસ્તારના દરવાજા પર પસાર થતા લોકોનું સ્ક્રીનગ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.