ગુજરાત સહીત દેશ દુનિયામાં કોરોના હાહાકાર મચી ગયો છે દિલ્હીમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધી હોવાની વાતો સામે આવી રહી છે તેની સામે ગુજરાત સરકારના અગર સચિવ જયંતિ રવિ એ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ગુજરાત માં એક પણ કેશ દિલ્હી વાળી બાબતોનો સામે નથી આવ્યો સરકાર પાસે લિસ્ટ છે જે લોકો દિલ્હી ગયા હતા તેમના નામોની યાદી જિલ્લા કલેકટરોને મોકલી આપી છે તેમના દ્રારા પણ તપાસ કરવા માં આવી રહી છે આવી બધી જ બાબતો પાર સરકાર સતત મોનીટરીંગ કરી રહી છે દિલ્હી જમાતમાં ગયેલા લોકોનું માઈક્રો લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે રવિવારે દિલ્હી જમાત વાળી હિસ્ટ્રી સરકારના ધ્યાને આવી હતી ત્યારથી સરકારે સત્તત મોનીટંરીગ શરૂ કરી દીધું હતું.
દિલ્હી જમાતનું લિસ્ટ ગુજરાત સરકારને મળી ગયું છે
દિલ્હી જમાત માં ગયેલા લોકોની યાદી કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને આપી છે તેમાં ગુજરાત ના કેટલા લોકો હતા તેની એક અલગ થી યાદી તૈયાર કરવા માં આવી રહી છે અને દરેક જિલ્લા કલેકટરોને મોકલી આપી છે તેમના દ્રારા ખાસ પ્રકારની ચીવટ થી તપાસ કરવામાં આવી રહી છે.
લોકો ને ટ્રેસ કરવામાં આવી રહ્યા છે
ડાયરેક્ટ જિલ્લા કક્ષાએ લિસ્ટ મોકલી આપેલ છે કેટલા લોકો દિલ્હી જમાતમાં ગયા તેનો ચોક્કસ આંકડો આવેલ નથી પરંતુ દરેક લોકોની તાપસ કરવાનો આદેશ રાજ્ય સરકારે આપ્યો છે લોકોને અફવા થી દૂર રહેવા અને લોકડાઉનનું નિયમ મુજબ પાલન કરવાની અગર સચિવ જયંતિએ ખાસ સલાહ આપી હતી.