///

અમદાવાદ: દિવાળી પહેલા વેપારીઓના સુપર સ્પ્રેડર્સના થશે કોરોના ટેસ્ટ

આગામી પર્વ દિવાળીને આવવાને હવે થોડા દિવસ જ બાકી રહ્યાં છે, ત્યારે તેને લઈને ઉજવણીની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. એવામાં દિવાળીના પર્વમાં ભરપૂર મીઠાઇ-ફરસાણનું પણ વેચાણ થતું હોય છે. ત્યારે હાલમાં કોરોના મહામારી વચ્ચે સંક્રમણનો ફેલાવો ના થાય તે માટે તંત્રએ અગમચેતી વાપરી છે. જેમાં શહેરના મોટા-મોટા બજારોમાં વેપારીઓના સુપર સ્પ્રેડર્સ કોરોના ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે.

શહેરમાં AMCની ટીમ દ્વારા હાલમાં મોટા-મોટા બજારોમાં વેપારીઓના કોરોના ટેસ્ટ હાથ ધરવામાં આવી રહ્યાં છે. જેમાં તમામ કાપડના વેપારીઓ તેમજ ફરસાણ-મીઠાઇના વિક્રેતાઓના કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

સાથે જ જ્લેલરી શોપ અને ગ્રોસરીની દુકાનોમાં પણ વેપારીઓના કોરોના ટેસ્ટ હાથ ધરવામાં આવી રહ્યાં છે. અમદાવાદના તમામ મુખ્ય બજારોમાં AMCની ટીમ તપાસમાં લાગી ગઇ છે.

Leave a Reply

Your email address will not be published.