/

અમદાવાદ ડેન્ટલ કોલેજનાં ૪૦ વિધાર્થીઓને ફુડ પોઇઝનિંગ : જુઓ વધુ વિગતો

અમદાવાદની જાણીતી ડેન્ટલ કોલેજની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા ૪૦ વિધાર્થીઓને મોડી રાત્રે કેન્ટીનમાં જમયા બાદ ફુડ પોઇઝિનીંગની અસર થતાં તમામ વિધાર્થીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને લઇને હોસ્પિટલ સત્તાવાળીઓમાં નાસભાગ મચી જવા પામી હતી.

ગઇકાલે સાંજે કેન્ટીનમાં કયાં કારણોસર કેવું ફુડ વિધાર્થીઓને આપવામાં આવ્યુ હતું. તેની પણ ડેન્ટલ હોસ્પિટલનાં સંચાલકોએ ખાનગી રાહે તપાસ શરૂ કરી છે. હાલ તો ૪૦ વિધાર્થીઓને હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.  આ સમગ્ર ઘટનાની જાણ વિધાર્થીઓના વાલીઓને થતા હોસ્પિટલ દોડી આવ્યા હતાં. વાલીઓ અને વિધાર્થીઓમાં કોલેજની કેન્ટીનનાં સત્તાધીશો પર રોષ ઠલવાઇ રહ્યો છે. 

Leave a Reply

Your email address will not be published.