////

કૃષિ બિલના વિરોધમાં અમદાવાદ જિલ્લા કૉંગ્રેસના ધરણા, કાર્યકરોની અટકાયત

જગતનો તાત ખેડૂત આજે રાજધાનીની સરહદ પર લાખોની સંખ્યામાં એકઠો થઈને સરકાર વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યોં છે. ખેડૂતો સંસદમાં પસાર થયેલા કૃષિ બીલનો વિરોધ કરી રહ્યા છે અને બીલને પરત ખેચવાની માંગણી કરી રહ્યા છે. જોકે, ખેડૂતોના આ બીલ પર હવે રાજનીતિ થઈ રહી છે. આ રાજનીતિમાં ગુજરાત કૉંગ્રેસે ઝંપલાવ્યું હતું અને આજે રાજ્યભરમાં જિલ્લા મથકે ધરણાનો કાર્યક્રમ નિર્ધારિત કર્યો છે.

અમદાવાદ જિલ્લા કૉંગ્રેસ દ્વારા પણ આજે શુક્રવારે ગાંધી આશ્રમ ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ વિરોધ પ્રદર્શનમાં કૉંગ્રેસના માત્ર કહેવા જેટલા 10થી 12 કાર્યકરો જોવા મળ્યાં હતાં. આટલી મોટી માત્રામાં જ્યારે દેશનો ખેડૂત વિરોધ પ્રદર્શન કરી રહ્યોં હોય ત્યારે રાજ્યનો વિરોધ પક્ષ કોંગ્રેસ 12 કાર્યકરો સાથે વિરોધ પ્રદર્શન કરે જે જોતા કહી શકાય કે ખેડૂતોના વિરોધ પ્રદર્શનમાં પણ એક રાજનીતિ થઇ રહી છે.

આ કાર્યકરોએ કેમેરા સામે વિરોધ પ્રદર્શનની શરૂઆત કરી હતી. ત્યાં પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે. જોકે, ખેડૂતોના સમર્થનમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનમાં ખેડૂતોની જ સૂચન ગેરહાજરી પણ જોવા મળી હતી.

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી-હરિયાણા બોર્ડર પર ખેડૂતોના આંદોલનનો આજે 9મો દિવસ છે. તે દરમિયાન ખેડ઼ૂતોની ગુરુવારે કેન્દ્ર સરકાર સાથે બીજી વખત વાતચીત થઈ હતી. જેમાં કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર અને રેલ પ્રધાન પિયુષ ગોયલ ખેડૂતો સાથે વાતચીત કરી હતી. આ પહેલા સીએમ કેપ્ટન અમરિંદર સિંહે ખેડૂતોના મુદ્દે ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.

ન્દ્ર સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે હવે આવતીકાલે 5 ડિસેમ્બરે ફરી વાતચીત થશે. કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે ખેડૂતો સાથેની બેઠક પુરી થયા બાદ કહ્યું હતું કે કેટલાક ગત બેઠકના મુદ્દા આજની બેઠકમાં ઉઠાવવામાં આવ્યા છે. સરકારમાં અહંકાર નથી, ખેડૂતો સાથે ખુલ્લા મનથી વાતચીત કરવામાં આવી રહી છે. ખેડૂતોની ચિંતા છે કે નવા કાયદાથી એપીએમસી ખતમ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published.