
અમદાવાદ યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા આજે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું. આ ચેકિંગ દરમિયાન ૩ તબીબો પાસેથી ડિગ્રી સર્ટિફિકેટો નહીં મળી આવતા કિલનિકોને શીલ કરવામાં આવી હતી.

શહેરના નારોલ, દાણીલીમડા અને વટવામાં ચાલતા કિલનિકો પર હેલ્થ વિભાગે ચેકિંગ કર્યુ હતું. આ ચેકિંગ દરમિયાન વટવામાં ડો. દ્ધાીરીશ શાહનું જલારામ કિલનીક શીલ કરાયુ હતું. તેમજ નારોલમાં આવેલ ડો. એસ.કે રાય કિલનિક શીલ કરાયું હતું. તેમજ એલોપેથિક સારવાર માટે અનઅધિકૃત રીતે દવાઓ આપીને લોકોને દવા આપતાં હતા અને તેમના આરોગ્ય સાથે ચેડા કરતા હતા એવા દાણીલીમડાના ડો. સમીર વિશ્વાસનું રાજ કિલનીક પણ શીલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.