/

અમદાવાદની હેરિટેજ સિદી સૈયદની જાળી આજથી 11 દિવસ સુધી બંદ

ગુજરાતની આગવી ઓળખ તરીકે જાણીતી અને હેરિટેજ અને લિમ્કા બુકમાં સ્થાન પ્રાપ્ત કરી ચુકેલી સિદી સૈયદની જાળી આજથી 11 દિવસ સુધી બંદ રાખવાનો નિર્ણય કરવા માં આવ્યો છે સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના વાયરસ હવે ગતિમાં ચાલી રહ્યો છે ત્યારે મંદિર, મસ્જિદ, ગુરુદ્રાર અને ધાર્મિક દેવસ્થાનો બંદ રાખવાનો વહીવટ કર્તાઓએ રાખવાનો નિર્ણય કરેલ છે જેમાં અમદાવાદમાં આવેલી વિશ્વની મશહૂર સિદી સૈયદની જાળી પણ આજથી 11 દિવસ સુધી બંદ રાખવાનો વાત સામે આવી છે.

દેશ વેદેંશ થી આવતા પ્રાયટકો અમદાવાદમાં ખાસ સિદી સૈયદની જાળી જોવા માટે રોકાણ કરતા હોઈ છે પરંતુ ગુજરાતમાં કોરોનાનો ભય વધવાના ડર થી હવે સરકાર અને સામાજિક ,શૈક્ષણિક અને ધાર્મિકઃ અને હેરિટેઝ જગ્યાઓ પણ બંદ રાખવાના નિર્ણય થી સહેલાણીઓની મુંજવણ વધઈ રહી છે જોકે કોરોના ના ભયને કારણે ગુજરાત ના અલગ અલગ પ્રાંતોમાંથી આવતા લોકોને ફોકટનો ફેરોના થાય અને વાયરસ વધુ ના ફેલાય તેવા ઉદેસ થી વહીવટદારોએઆ નિર્ણય લીધો છે જોકે ધાર્મિક લાગણી દુભાઈ નહિ તેથી નમાજ ના સમય માટે ખુલ્લી જગ્યા માં નમાજ કરી શકાય તેવો નિર્ણય હાલ કરવા માં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.