
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાત પહેલા અમેરિકી ડેલિગેશન અમદાવાદ પહોંચ્યું . આગામી 24 અને 25 બે દિવસ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતની મુલાકાતે આવવાનાં છે તે પહેલા અમેરિકન ડેલિગેશનનો પહેલા વિમાન અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું હતું. રાજ્ય સરકારના અધિકારીઓ અને નેતાઓએ આજે અમેરિકન ડેલિગેશનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું . અમેરિકાથી અમદાવાદ આવી પહોંચેલ ડેલિગેશન સાથે સુરક્ષા સાધનો જરૂરી સામાન લઈને અમેરિકા થી વિશેષ વિમાન અમદાવાદ પહોંચ્યા હતા .અમેરિકા રાષ્ટ્રપતિની ખાસ સુરક્ષા વ્યવસ્થા માટે અમેરિકી સ્નાઈપર અને ફાયર સેફટી સિસ્ટમ, સ્પાય કેમેરા અને મરીન કમાન્ડોથી જોડાયેલી સુરક્ષા સામગ્રી સાથે આવી પહોંચ્યા છે. આ ડેલિગેશન ટ્રમ્પની ખાસ પ્રકારની સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે પહેલા પહોંચી આવ્યું છે અને સુરક્ષા ની તમામ તૈયારીઓનું પણ નિરીક્ષણ કરશે.