///

અમદાવાદ ખાણ-ખનીજ માફિયાઓ બન્યા બેફામ તંત્ર અંધારામાં, અજાણ કે વહીવટ ?

રાજ્યમાં ખનીજ માફિયાઓ બેફામ બની રહ્યાછે ખનીજ ચોરી કરી ઓવરલોડ ટ્રક ભરી રસ્તા પર દોડી રહ્યાછે છતાં તંત્ર આખ આડા કાન કરી રહીયુ હોઈ તેમ લાગી રહ્યુંછે સુરેન્દ્રનગર વિસ્તારમાં ખનીજ માફિયાઓ ગેરકાયદે ખનન કરી રોયલ્ટી ચોરી કરી મોટાપાયે ટેક્સ ચોરી કરી રહ્યાછે અને જિલ્લાનું વહીવટી તંત્ર જાણે આંખ આડા કાન કરી ને રોકડી કરી રહ્યું હોઈ તેમ લાગી રહ્યું છે

ગુજરાતના મહત્વ ના જિલ્લા કે જ્યાં ખનીજ સંપત્તિ અખૂટ છે તેવા કેટલાય જિલ્લા માં ખનીજ માફિયાઓ ખુલ્લેઆમ દાદાગીરી કરી પોતાની રોજીરોટી કમાયછે અને વહીવટી તંત્ર પણ ભાગ બટાઈમાં સામેલ હોવાનું સ્થાનિક લોકો માની રહ્યા છે

રાજ્યનું ખનીજ વિભાગ સબ સલામતના દાવા કરીને ભૂમાફિયા સામે કાયદેસરની કાર્યવાહી કરવા ને બદલે માત્ર નોટિસો આપી રાહતનો શ્વાશ લે છે મહત્વ ની વાત કરીએ જામનગર ,દ્વારકા ,પોરબંદર ગીર સોમનાથ અને જૂનગઢ જિલ્લા માં ફલાઇંગ સ્કોર્ડ દ્રારા દરોડા કરીને ચાર ટન થી વધુ ખનીજ સંપત્તિ હોઈ તેવા ટ્રક ચાલકો ને લખો રૂપિયા નો દંડ કર્યો હતો

જોકે બીજી બાજુ સુરેન્દ્રનગર રાજકોટ અને અમદાવાદમાં ખનીજ માફિયાઓ સાવ ખુલ્લેઆમ ખનીજ ચોરી કરી રહ્યા છે અને નિયમ કરતા પણ વધુ ખનીજ સંપત્તિ ટ્રક માં ઓવરલોડ ભરીને હાઇવે પર દોડી રહ્યા છે તેમ છતાં તંત્ર તેમની સામે કોઈ જ પગલાં ભરવા તૈયાર નથી જેથી ખનીજ વિભાગ ની બેધારી નીતિ સામે કાયદેસર કામ કરતા અને લીઝ ધારકો માં ઉગ્ર રોષ વ્યાપી ગયો છે

સ્ટેટ મોનિટરી સેલ અને જિલ્લા વહીવટી તંત્ર સામે પણ આંગળી ચંધાઇ રહી છે ને હપ્તા લેતા હોવા નો પણ કેટલાક ખાણમાલિકો આક્ષેપ કરી રહ્યા છે ત્યારે જોવા નું એ છે કે રાજ્યનું વહીવટી ટટનર હવે આવા બેફામ બનેલા ભૂમાફિયા સામે કાયદેસરની કાર્યવાહી કરે છે કે પછી ઓવરલોડ ટ્રકોને ડિટેઇન કરી નોટિસો આપી સંતોષ માની લેશે.

Leave a Reply

Your email address will not be published.