
સમગ્ર ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ પોઝિટીવ કેસ અમદાવાદમાં નોંધાયા છે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં સંક્રમિત કેસોમાં નોંધાપત્ર વધારો થતા અનેક વિસ્તારોને કલસ્ટર કોરન્ટાઈન કરવામાં આવ્યા છે સાથેજ કોટ વિસ્તારને બફર ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે.. જ્યારે કોટ વિસ્તારના તમામ 9 દરવાજાઓ ઉપર ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ જણાવ્યું કે- અમદાવાદના કોટ વિસ્તારમાં ઘનિષ્ઠ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર વિસ્તારમાંથી વધુમાં વધુ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે તેમાં જો કોઈ કેસ પોઝિટીવ જણાય તેને ઈફેક્ટિવ આઈસોલેશન કરવામાં આવે છે.. સાથેજ પોઝિટીવ કેસના સંપર્કમાં આવેલા વ્યક્તિ અને પરિવારજનોની તપાસ કરવામાં આવી રહી છે.. કોરોના પોઝિટીવ દર્દીઓને ક્વોલિટી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તેઓએ જણાવ્યું કે- બહારથી આવેલા 6 હજાર લોકોને 14 દિવસ સારવાર આપી સાજા કરવામાં આવ્યા છે. 5 દિવસ પહેલા સરેરાશ 20થી 25 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં 3 સેમ્પલનો વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 4 એપ્રિલે કુલ 86 સેમપ્લ લેવામાં આવ્યા હતા જ્યારે 8 એપ્રિલે કુલ 886 સેમ્પલ લેવામાં આવ્યા છે.
તેઓએ વધુમાં જણાવ્યું કે – મનપા દ્વારા ઘનિષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે સાથેજ મનપાની 50 ટીમો દ્વારા લોકોના ઘરે ઘરે જઈ તપાસ કરવામાં આવી રહી છે. ઘનિષ્ઠ સર્વેલન્સનું મોનિટરીંગ કમિશ્નર કચેરીથી કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 3 દિવસમાં વધુ પડતા સેમ્પલ લેવામાં આવ્યા છે જે પૈકી 1000 સેમ્પલના રિઝલ્ટ બાકી છે. કોટ વિસ્તારમાં ઘરે ઘરે તપાસ કરવામાં આવી રહી છે. તો મનપાના 1900 હેલ્થ વર્કર કામ કરી રહ્યા છે. પોઝિટિવ કેસને તાત્કાલિક આઈસોલેટડ કરવામાં આવશે. સરકાર કોરોનાને અટકાવવા તમામ શક્ય પ્રયત્નો કરી રહી છે ત્યારે કેટલાક બેજવાબદાર લોકો તેને હળવાશમાં લઈ રહ્યા છે જે ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી છે. તેઓ કહ્યું કે વાયરસ ધર્મ કે જાતી કે વિસ્તાર જોઈને નથી આવતો જેથી લોકો ઘરમાંજ રહે અને સુરક્ષિત રહે.