///

અમદાવાદ: યુનિવર્સિટી વિસ્તારમાં NSUIના કાર્યકર્તા 3 BRTS બસની ચાવી લઈ ફરાર

નવા કૃષિ કાયદા બિલ વિરૂદ્ધ ખેડૂતોએ આજે ભારત બંધનું એલાન કર્યુ છે. ત્યારે રાજ્યમાં પણ આ બંધની અનેક જગ્યાએ અસર જોવા મળી રહી છે. એવામાં અમદાવાદમાં પણ NSUI દ્વારા ઠેર ઠેર બંધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

અમદાવાદના યૂનિવર્સિટી વિસ્તારમાં NSUIના કાર્યકરો દ્વારા ટાયર સળગાવવામાં આવ્યા હતા. ત્યારે આ દરમિયાન ટ્રાફિક જામ થઇ ગયો હતો. તો આશ્ચર્યચકિત પમાડે તેવી બાબત એ છે કે. NSUIના કાર્યકરો 3 BRTS બસની ચાવી લઇને ફરાર થઇ ગયા હતા. ત્યારે આ કાર્યકરોને પકડવા જતા એક પોલીસ કર્મી ઇજાગ્રસ્ત પણ થયો હતો. તો બીજી તરફ NSUIના કાર્યકરો દ્વારા CG રોડ વિસ્તારમાં દુકાનો બંધ કરાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.

ભારત બંધના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરતા NSUIના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકી અને અન્ય કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

મહત્વનું છે કે, રાજ્યમાં ભારત બંધનો મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. જેમાં કેટલીક જગ્યાએ દુકાનદારોએ પોતાની દુકોનો બંધ રાખીને બંધને સમર્થન આપ્યું છે, જ્યારે કોંગી કાર્યકર્તાઓએ ટાયર સળગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.