////

અમદાવાદ: રેલ્વે સ્ટેશને આવતા મુસાફરોનો કોવિડ-19 ટેસ્ટ બાદ જ પ્રવેશ

રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને પગલે હાલ અમદાવાદ સહિત મોટા શહેરોમાં રાત્રે કરફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ વધ્યું છે, જેને પગલે અમદાવાદ રેલ્વે સ્ટેશન પર આવતા મુસાફરોના કોરોના ટેસ્ટ બાદ જ તેમને શહેરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. તેમજ મુસાફરોનો કોરોના પોઝિટિવ આવતા રેલ્વે સ્ટેશન પરથી જ મેડિકલ સેન્ટર મોકલવામાં આવી રહ્યા છે.

રાજ્યમાં કોરોનાની બીજી લહેર શરૂ થયા બાદ મહારાષ્ટ્ર સરકારે પણ કોરોના સંક્રમણને રોકવા માટે રાજ્યમાં કોરોના નેગેટિવ આવ્યા બાદ જ રાજ્યમાં પ્રવેશ આપવાનું શરૂ કર્યુ છે. ગુજરાતથી મુંબઇ જતા પેસેન્જરો માટે RTPCR નેગેટિવ હોવું ફરજિયાત છે. ફ્લાઇટમાં 1 હજાર અને ટ્રેનમાં 21 હજાર લોકો રોજ મહારાષ્ટ્ર જાય છે.

રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા 1 લાખ 98 હજાર 899 પર પહોંચી ગઇ છે. રાજ્યમાં અત્યાર સુધી 3 હજાર 876 દર્દી પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ સહિત 6 રાજ્યોથી પણ ઉંચી છે.

નોંધનીય છે કે, અમદાવાદમાં કોરોના વાયરસના કેસ વધતા 23 નવેમ્બરથી 7 ડિસેમ્બર સુધી રાત્રિ કરફ્યૂ આપવામાં આવ્યુ છે. કરફ્યૂમાં આરોગ્ય સેવાઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતી સેવાઓનું કામ કરનારા લોકો, ફાયર સર્વિસના લોકો, પ્રિન્ટ, ઇલેકટ્રોનિક મીડિયામાં કામ કરતા લોકો તેમજ તબીબી સેવા સાથે જોડાયેલા લોકોને છૂટ આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.