//

અમદાવાદ પોલીસે લોન્ચ કરી નવી એપ, આ રીતે કામ કરશે

જીવલેણ કોરોના વાયરસ માટે બચવા સરકાર તમામ શક્ય પગલા લઈ રહી છે.. લોકડાઉન હોવા છતા કેટલાક લોકો ઘરમાં પગ વાળીને બેસતા નથી જેમના માટે અમદાવાદ પોલીસે મહા નગર પાલિકા સાથએ મળી એપ બનાવી છે. કોરોનાના સંકટ સમયે લોકો કોરન્ટાઈનના નિયમો અને જાહેરનામાનું ભંગ કરી રહ્યા છે ત્યારે અમદાવાદ પોલીસે આવા લોકોને રોકવા અનોખી પહેલ કરી છે અમદાવાદ પોલીસ મહાનગર પાલિકા સાથે મળી એપ તૈયાર કરી છે જેમાં કોરોન્ટાઈન કરાયેલા વ્યક્તિઓ એપના માધ્યમથી દિવસમાં ત્રણ વાર એટેન્ડસ આપશે. જો કોઈ વ્યક્તિ બહાર જશે તો પણ એપની મદદથી ટ્રેક કરી શકાશે. સાથેજ કોરન્ટાઈન કરેલા વ્યક્તિએ દિવસમાં ત્રણ વાર પોતાનો ફોટો અપલોડ કરવો પડશે. એટલુંજ નહીં ફોટો જે સ્થળ પરથી અપલોડ કરવામાં આવ્યો હશે તે સ્થળનું લોકેશન અને વ્યક્તિના ઘરનું એડ્રસ મેચ કરવામાં આવશે. ઉંપરાત વ્યક્તિની તમામ વિગતો પણ એપના માધ્યમથી મેળવવામાં આવશે.સાથેજ જો કોઈ કોરન્ટાઈન કરેલ વ્યક્તિને મદદની જરૂર હશે તો તેને પણ એપના માધ્યમથી મદદ પહોંચાડવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.