//

અમદાવાદ પોલીસને લગ્નની મંજૂરી માટે 5 દિવસમાં મળી અધધ… અરજી

રાજ્યમાં કોઈ પણ સ્થળે લગ્ન પ્રસંગ હશે તો તે તમામ લોકોએ હવે સ્થાનિક પોલીસ પાસેથી મંજૂરી લેવાની રહેશે તેવી ગાઇડલાઇન રાજ્ય સરકારે બહાર પાડી હતી. આ નિર્ણય બાદ 21થી 25 નવેમ્બર સુધીમાં અમદાવાદ પોલીસને 400 અરજી મળી છે. પોલીસે તમામ અરજીને તપાસીને પરવાનગી પણ આપી છે.

પોલીસ દ્વારા લગ્ન માટે 100 માણસની પરવાનગી તો આપવામાં આવે છે. પરંતુ જ્યાં જરૂર જણાય ત્યાં પોલીસ દ્વારા રૂબરૂ જઈને સ્થળ પર તપાસ કરવામાં આવે છે. હાલ તો તમામ જગ્યાએ મંજૂરી આપવામાં આવે છે.

લગ્ન પ્રસંગ માટે પોલીસ દ્વારા મંજૂરી તો આપવામાં આવે છે. પરંતુ તેનાા માટે કેટલાક નિયમો છે. જેમાં વધુમાં વધુ 100 માણસો જ એકઠા થઈ શકશે. સોશિયલ ડિસ્ટન્સ રાખવું ફરજિયાત રહેશે અને લોકોએ માસ્ક પહેરવું પણ ફરજીયાત રહેશે. આ ઉપરાંત રાત્રે 8 કલાકે કરર્ફ્યું શરૂ થતું હોવાથી 9 કલાક પહેલા તમામ પ્રસંગ પૂરો કરી દેવો પડશે.

Leave a Reply

Your email address will not be published.