//

અમદાવાદ પોલીસની દાદાગીરી, શ્રમિકોની લારીઓ ઉંધી પાડી દીધી

અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી પોલીસની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે.. નિકોલના ક્રિષ્નાનગર પોલીસ દ્વારા લારીમાં શાકભાજી લઈને ઉભા રહેલા શ્રમિકોને માર મારતો વીડિયો વાયરલ થયો છે. રાજ્યમાં જાહેર કરાયેલા 21 દિવસના લોકડાઉનના પગલે ફરી એક વાર અમદાવાદ પોલીસનો માર મારવાનો વીડિયો વાયરલ થયો છે ઉલ્લેખનીય છે કે પોલીસે પહેલા પણ એક વાર પત્રકારને માર માર્યો હતો. ત્યારે નિકોલના ક્રિષ્નાનગર વિસ્તારમાં પોલીસે શાકભાજી લઈને ઉભા રહેલા શ્રમિકોને માર માર્યો હતો. જો કે વીડિયો વાયરલ થતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે સાથેજ દાદાગીરી કરતા પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં પોલીસે કરેલી દાદગીરી દરમિયાન થયેલ આર્થિક નુકસાનની ભરપાઈ કરવાનો પણ પોલીસ તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.