/

અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન : સંવિધાન બચાવો, દેશ બચાવો રેલી યોજાઇ

અનામત અને બિન અનામત આંદોલન વચ્ચે આજે શહેરમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી દેખાવો કરવામાં આવયા હતાં. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ બીજેપી સરકાર સામે દેખાવ કરી રહી છે. આજે અમદાવાદમાં સંવિધાન બચાવો દેશ બચાવોને લઇને વિરોધ પ્રદર્શનની રેલી સાંરગપુર સર્કલથી નીકળી હતી.

વિરોધ પ્રદર્શનની રેલીમાં કોંગ્રેસ કાર્યકતાઓ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, પ્રભારી, વિપક્ષ નેતા સહિત કોંગ્રેસના મોટા ગજના નેતાઓ અમિત ચાવડા, પરેશ ધાનાણી, રાજીવ સાતવ અને ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ હાજર રહ્યા હતાં. સંવિધાન બચાવોની રેલીમાં સંવિધાન બચાવો, દેશ બચાવોના નારા લગાવી ધરણા વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

કોંગ્રેસ દ્વારા યોજાયેલી પદયાત્રા રેલી ભાજપ સરકાર સામે એસ.સી, એસ.ટી, ઓબીસી વર્ગની અનામત નાબુદ કરવાનાં ષડયંત્રના વિરોધમાં યોજાઇ હતી. જે સાંરગપુર સર્કલથી સુભાજબ્રિજ કલેકટર ઓફિસ સુધી નીકળી હતી. આ રેલીનો રૃટ સારંગપુર સર્કલથી કાલુપુર રોડ, પ્રેમ દરવાજા પોલીસ ચોકી, વિનોદ ચેમ્બર્સ, પી જી ટાવર, નમસ્તે સર્કલ, રિલાયન્સ માર્કેટ, સીપી ઓફિસ થઇને સુભાષબ્રિજ કલેકટર ઓફિસ પહોંચી હતી.

Leave a Reply

Your email address will not be published.