///

અમદાવાદ: કર્ફયૂ દરમિયાન રેલવે-વિમાની મુસાફરોને મળી રાહત

અમદાવાદમાં કરફ્યૂ દરમિયાન રેલવે તેમજ વિમાની મુસાફરોને રાહત આપવામાં આવી છે. અમદાવાદમાં કર્ફ્યૂ દરમિયાન રેલવે મુસાફરો માટે બસની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ વિમાની મુસાફરોને આવવા-જવામાં પણ રાહત રહેશે. અમદાવાદમાં કોરોનાને પગલે શુક્રવાર રાત 9 વાગ્યાથી 57 કલાકનો કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. જેના માટે હવે કાલુપુર રેલવે સ્ટેશન વિવિધ રુટની 34 બસો મૂકવામાં આવી છે.

સરકારે શુક્રવારે જાહેર કર્યું હતું કે, કર્ફ્યૂમાં રેલવે મુસાફરોને તકલીફ ન પડે તે માટે કાલુપુર સ્ટેશને 34 બસો મૂકવામાં આવી છે. જેમાં લાંભા, સીલજ ગામ, સરખેજ ગામ, મણીનગર, ચાંદલોડિયા નરોડા, વાંચ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાં દરેક રુટની આશરે બે-બે બસો છે. આ કરફ્યુ દરમિયાન રેલવે અને ફ્લાઇટથી પરત આવતા મુસાફરોને પોલીસ અટકાવી શકશે નહીં. જોકે મુસાફરોએ માન્ય ટિકિટ કે બોર્ડિંગ પાસ બતાવીને પોતાના ઘરે જઇ શકશે. આ બસ વ્યવસ્થા ટ્રેનના સમય પ્રમાણે ગોઠવવામાં આવશે. તેથી મુસાફરોને કોઇ તકલીફ પડશે નહીં.

અમદાવાદમાં કર્ફયૂ લાદ્યા બાદ પોલીસ પણ એલર્ટ થઇ ગઈ છે. સાથે જ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે પણ પોલીસ કર્મીઓને કર્ફ્યૂ દરમિયાન લોકો સાથે ઘર્ષણમાં ન ઉતરવા સુચના આપી છે. તો શહેરમાં પોલીસ તેમજ AMCએ માસ્ક વગર ફરતા લોકો સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે.

શહેરમાં કરફ્યુની અમલવારી પહેલા અમદાવાદમાં પોલીસ કમિશ્નર કચેરી ખાતે પોલીસ ઉચ્ચ અધિકારિઓની બેઠક યોજાઇ હતી. શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવની અધ્યક્ષતા આયોજીત બેઠકમાં કરફ્યુની અમલવારી મુદ્દે ચર્ચા કરાઇ હતી. આ બેઠકમાં કર્ફ્યુનું ચુસ્તપણ અમલવારી માટેના આદેશ અપાયા છે. કર્ફ્યુ દરમિયાન અમદાવાદમાં ચુસ્ત બંદોબસ્ત રહેશે. સાથે જ બહાર નીકળનાર સામે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.