/////

દેશમાં સૌથી ઉંચા 4.1 % મૃત્યુદર સાથે રાજ્યનું આ શહેર પ્રથમ ક્રમાંકે

રાજ્યમાં કોરોનાને કારણે સંક્રમિતોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાને કાબૂમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણયો પણ લેવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં કોરોનાના વધતા જતાં પોઝિટિવ કેસોએ તંત્રની ચિંતા વધારી દીધી છે. જેને પગલે અમદાવાદમાં રાત્રિ કરફ્યૂ પમ લાદી દેવામાં આવ્યું છે.

દેશના 6 મુખ્ય શહેરોના મૃત્યુદરનો આંકડો સામે આવ્યો છે. જેમાં અમદાવાદ 4.1 ટકા મૃત્યુદર સાથે પ્રથમ ક્રમે આવ્યું છે. જ્યારે બીજા સ્થાને 3.9 ટકા મૃત્યુદર સાથે મુંબઈનો નંબર આવે છે. તો કોલકતા 2.5 ટકા, ચેન્નઈ 1.8 ટકા, દિલ્હી 1.6 ટકા સાથે ક્રમશ: ત્રીજા, ચોથા અને પાંચમાં ક્રમ પર આવે છે. જ્યારે સૌથી ઓછા 1.1 ટકા મૃત્યુદર સાથે બેંગલુરુ છઠ્ઠા નંબર પર આવે છે.

અમદાવાદ શહેરમાં મૃત્યુદર 4.1 ટકા છે, જે ખરેખર એક ચિંતાનો વિષય છે. એમાંય છેલ્લા એક સપ્તાહથી અમદાવાદમાં કોરોનાનો જાણે કે રાફડો ફાટ્યો છે. સાથે જ અમદાવાદમાં કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.