///

અમદાવાદ: ભારત બંધને રિક્ષા ચાલકોએ ટેકો જાહેર કર્યો, AMTS અને BRTS ચાલુ

દિલ્હીમાં નવા કૃષિ કાયદાને પરત લેવાની માંગ સાથે આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે. જેને અમદાવાદના રિક્ષા ચાલકોએ પણ પોતાનો ટેકો જાહેર કર્યો છે.

ખેડૂત સંગઠનો દ્વારા પોતાની માંગને લઈને આપવામાં આવેલા ભારત બંધના એલાનને અમદાવાદના 10 હજારથી વધુ રિક્ષા ચાલકોએ સમર્થન આપ્યું છે. જેમાં શહેરના વિવિધ ઓટો રિક્ષા યુનિયનોએ આજે રિક્ષાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

ભારત બંધમાં અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન, ગુજરાત ઓટો રિક્ષા ડ્રાઈવર એક્શન કમિટી, અતુલ શક્તિ રિક્ષા યુનિયન અને જાગૃતિ ઓટો રિક્ષા ડ્રાઈવર યુનિયને જોડાવવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય બંધ દરમિયાન દર્દીઓને મફતમાં હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે તેવું નક્કી કરાયું છે.

આ ઉપરાંત કોઈ રિક્ષા રસ્તા પર જોવા મળશે, તો તેના ડ્રાઈવરને ગુલાબનું ફૂલ આપીને બંધમાં જોડાવવા માટે અપીલ કરવામાં આવશે. તો બીજી તરફ મુસાફરો અને સામાન્ય નાગરિકોને હાલાકી ના ભોગવવી પડે, તે માટે અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા AMTS અને BRTS બસોને રાબેતા મુજબ દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.