સમગ્ર રાજ્ય કોરોના સામે ઝઝૂમી રહ્યું છે તો રાજ્યના 30થી વધુ જિલ્લાઓમાં કોરોના કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના સામે અમદાવાદને હોટસ્પોટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. તો દિન- પ્રતિદિન કોરોનાથી સંક્રમિત કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં કોરોનાને માત આપવા અને અમદાવાદના રસ્તાઓને ડિસઈન્ફેક્ટ કરવા અમદાવાદ ફાયર અને ઈમર્જન્સી સર્વિસ દ્વ્રારા અનોખી પહેલ કરવામાં આવી હતી. અમદાવાદ ફાયર અને ઈમર્જન્સી સર્વિસે બૂમ સ્પેયર ટ્રેકટરનો ઉપયોગ કરી રસ્તાઓને સેનિટાઈઝ કર્યા હતા.
શું ખબર...?