////

અમદાવાદ: લોકોની ભારે ભીડ એકઠી થતા શ્યામલ ડી-માર્ટ સીલ કરાયું

રાજયમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. કોરોનાના વધતા સંક્રમણે ધ્યાનમાં રાખીને અમદાવાદમાં 57 કલાકનો કરફ્યૂ લાદવામાં આવ્યો છે. જેમાં આજ રાતના 9 વાગ્યાથી લઈને સોમવાર સવારે 6 વાગ્યા સુધી 57 કલાકનો કરફ્યૂ લાદવામાં આવ્યો છે. અમદાવાદમાં કરફ્યૂને પગલે બજારોમાં ઘરવખરીની ચીજ વસ્તુઓ લેવા માટે લોકોની મોટી ભીડ ઉમટી પડી છે.

અમદાવાદમાં મોટી રિટેલ સ્ટોર્સથી લઈને નાના એવા કરિયાણાની દુકાનમાં પણ લોકોની લાઈનો જોવા મળી હતી. શહેરમાં કરફ્યૂ લંબાવવાના ભયે બજારમાં ચીજવસ્તુઓ લેવા માટે દોટ છે. ત્યારે આ વચ્ચે શહેરમાં આવેલા શ્યામલ ડી માર્ટને સીલ કરી દેવામાં આવ્યું છે.

શહેરમાં આવેલા શ્યામલ ડી માર્ટમાં લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી. જેના પગલે અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા ડી માર્ટને સીલ કરી દેવામાં આવ્યું છે. ડી માર્ટમાં લોકોની ભીડ જમા થતા કોવિડ ગાઈડલાઈનના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું ધ્યાનમાં આવતા અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા ડી માર્ટને સીલ કરાયું છે.

Leave a Reply

Your email address will not be published.