/////

અમદાવાદ: શાહીબાગ સ્થિત BAPS મંદિર 30 નવેમ્બર સુધી રહેશે બંધ

તહેવાર બાદ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે ઠંડીની શરૂઆત થતા કોરોનાનું સંક્રમણ વધવાનો ભય પણ વધ્યો છે. રાજ્યમાં દિન-પ્રતિદિન કોરોનાના પોઝિટિવ કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે શાહીબાગ સ્થિત BAPS મંદિર અને શહેરના તમામ સંસ્કારધામોને 30 નવેમ્બર સુધી ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં શાહીબાગ સ્થિત BAPS મંદિર સહિત તમામ સંસ્કારધામ આવતીકાલથી સોમવાર સુધી બંધ રહેશે. જે બાદ સંજોગોને ધ્યાનમાં રાખીને મંદિર ખોલવું કે કેમ? તેની જાહેરાત પણ કરવામાં આવશે.

શહેરમાં આવેલું BAPS શાહીબાગ મંદિરના કોઠારી સ્વામી સાધુ આત્મકીર્તિદાસે તમામ હરિભક્તોને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. જેમાં માસ્ક ફરજિયાત પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, કામ સિવાય બહાર ના જવું ઉપરાંત સરકાર અને મહંત સ્વામી મહારાજે આપેલા નિયમોનું ચુસ્ત પણે પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.