//

અમદાવાદમાં પીવાના પાણીના સેમ્પલ આવતા થયો મોટો ખુલાસો

અમદાવાદ શહેર અને તેની આસપાસમાં પાણી પીવાલાયક નથી. ખેડૂત એકતા મંચ અને પર્યાવરણ સુરક્ષા સમિતિની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી અને સૌથી મોટો ખુલાસો કર્યો છે. સાબરમતી નદીનું પાણી પીવાલાયક કે વાપરવા લાયક નથી. ખેડૂત એકતા મંચ અને પર્યાવરણ સુરક્ષા સમિતિએ સાબરમતી નદીના પાણીના અલગ અલગ જગ્યાએ થી લઇ સેમ્પલ લેવામાં આવ્યા જ્યાં સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવે છે ત્યાંથી છેક મીરોલી ગામ સુધી સેમ્પલ લેવાયા. સેમ્પલના રિપોર્ટ આવતા થયો મોટો ખુલાસો થયો છે. 8 જગ્યાએથી લેવાયેલ સેમ્પલના એક પણ સેમ્પલ પાસ ન થતા ખળભળાટ મચી ગયો છે. ઉધોગોની પ્રદુષિત પાણી છોડાઈ રહ્યું છે સાથે જ પાણીને રિસાક્લિંગ થવું જોઈએ તે ન થતા હાલ અમદાવાદનું પાણી કઈ રીતે વાપરવું તે સવાલ છે.

અલગ જગ્યાએ સેમ્પલ લેવાયવલ સ્થળ

1: નર્મદા નહેરમાં, કરાઈ પાસે જ્યાં સાબરમતીમાં પાણી છોડાય છે ત્યાં પાણીમાં સીઓડી 4મિગ્રા/લીટર, બીઓડી BDL મિગ્રા/લીટર, અને ટીડીએસ 189 મિગ્રા/લીટર છે.

2: સાબરમતી રિવર ફ્રન્ટના પાણીમાં સીઓડી 16 મિગ્રા/લીટર, બીઓડી 0.7 મિગ્રા/લીટર, 12.7 મિગ્રા/લીટર સલ્ફેટ, 54.9 મિગ્રા/લીટર ક્લોરાઇડ, અને 358 મિગ્રા/લીટર ટીડીએસ છે.

3: વાસણા બેરેજ (રિવિરફ્રન્ટ પછીના) પહેલા આઉટફૉલ દાણીલીમડા એસટીપીમાં સીઓડી 336 મિગ્રા/લીટર, બીઓડી 27.5 મિગ્રા/લીટર, 38.4 મિગ્રા/લીટર સલ્ફેટ, 249 મિગ્રા/લીટર ક્લોરાઇડ, અને 912 મિગ્રા/લીટર ટીડીએસ છે.

4: વાસણા બેરેજ (રિવિરફ્રન્ટ પછીના) બીજા આઉટફૉલ (જે ખરેખર વરસાદી પાણીના નિકાલ માટેની લાઈન છે!) તેના પાણીમાં સીઓડી 816 મિગ્રા/લીટર, બીઓડી 390 મિગ્રા/લીટર, 180.5 મિગ્રા/લીટર સલ્ફેટ, 1449 મિગ્રા/લીટર ક્લોરાઇડ, અને 9600 મિગ્રા/લીટર ટીડીએસ છે.

5: વાસણા બેરેજ (રિવિરફ્રન્ટ પછીના) ત્રીજા આઉટફૉલ છે તેના પાણીમાં સીઓડી 264 મિગ્રા/લીટર, બીઓડી 36 મિગ્રા/લીટર છે.

6: વાસણા બેરેજ (રિવિરફ્રન્ટ પછીના) ચોથા ઔદ્યોગિક આઉટફૉલ (જેમાં નરોડા, ઓઢવ અને વટવા ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટની મેગા પાઈપલાઈન છે) તેના પાણીમાં સીઓડી 488 મિગ્રા/લીટર, બીઓડી 53.33 મિગ્રા/લીટર, 66.6 મિગ્રા/લીટર સલ્ફેટ, 269 મિગ્રા/લીટર ક્લોરાઇડ, અને 1006 મિગ્રા/લીટર ટીડીએસ છે.

7: વાસણા બેરેજ (રિવિરફ્રન્ટ પછીના) પાંચમા આઉટફૉલ (જેમાં નારોલ ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટનું પાણી આવે છે)ના પાણીમાં સીઓડી 400 મિગ્રા/લીટર, બીઓડી 35 મિગ્રા/લીટર, 1010 મિગ્રા/લીટર સલ્ફેટ, 4698 મિગ્રા/લીટર ક્લોરાઇડ, અને 8575 મિગ્રા/લીટર ટીડીએસ છે.

8: મીંરોલી ગામ પાસેના પમ્પીંગ સ્ટેશન પાસેના પાણીમાં સીઓડી 184 મિગ્રા/લીટર, બીઓડી 37.5 મિગ્રા/લીટર, 111.6 મિગ્રા/લીટર સલ્ફેટ, 489 મિગ્રા/લીટર ક્લોરાઇડ, અને 1651 મિગ્રા/લીટર ટીડીએસ છે.

તાજેતરના બજેટમાં વપરાયેલા પાણીને શુદ્ધ કરીને ફરીથી ઉપયોગમાં લેવાની સુફિયાણી વાતો કરનારી સરકાર હાલ જે શુદ્ધિકરણ કરી રહે છે તે બધા જ પાણીમાં માન્ય ધારાધોરણો કરતા ઘણું વધારે પ્રદુષણ છે. જનતાના આરોગ્ય સાથે આવા ચેડાં કોઈ સંજોગોમાં ચલાવી લઇ ના શકાય. પ્રદુષણની આ માત્ર સરકારની જનતાના આરોગ્ય અને સુખાકારી પ્રત્યેની તદ્દન બેજવાદારી ભરી નિષ્કાળજી બતાવે છે. સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે જનતાના આરોગ્ય અને સુખાકારી કરતા પૈસા અને ઉદ્યોગો વધારે જરૂરી અને પ્રીતિ-પાત્ર છે તે આનાથી સાફ દેખાઈ આવે છે. દેશની સુપ્રીમ કોર્ટના કહેવા છતાં એ જનતાની કાળજી લેવા હરગિજ તૈયાર નથી.

ખેડૂત અને પર્યાવરણ બચાવો સમિતિની માંગ

1: ઔદ્યોગિક પ્રદૂષણના ધોરણો પાળવામાં નિસ્ફળ જનાર તમામ ઉદ્યોગોને તાત્કાલિક બંધ કરવાની નોટિસ આપવા માટે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને આદેશ આપે.

2: જીપીસીબી સીઈટીપીના ધોરણો પાળવામાં નિસ્ફળ જનાર તમામ એકમોને બંધ કરવાની તરત જ નોટિસ આપે; સુપ્રીમ કોર્ટના 22.2.2017ના નિર્દેશોનું પાલન કરે.

3: જીપીસીબી અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પ્રદૂષણના ધોરણો જાળવવા માટે તાત્કાલિક નોટિસ આપે.

4: જીપીસીબી તાત્કાલિક પ્રદૂષણના ધોરણો જાળવવામાં નિસ્ફળ જનાર તમામ ઉદ્યોગો, અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર અને જવાબદાર અધિકારીઓ સામે ફોજદારી ફરિયાદ દાખલ કરે.

5: કેન્દ્રના પર્યાવરણ સચિવ કોઈ પણ જાતના કહેવાતા શુદ્ધ કરેલા પાણીની સૂકી સાબરમતી નદીમાં છોડવાની પરવાનગી ના આપે, લોકમાતા સાબરમતીની આ હત્યા સમાન કૃત્ય છે.

6: જીપીસીબી તાત્કાલિક ભૂગર્ભજળ, શાકભાજી, અનાજ અને ઘાસચારામાં ફેલાયેલા પ્રદૂષણનો વિગતવાર અભ્યાસ કરી અહેવાલ તૈયાર કરે.

7: સપાટી પરના અને ભૂગર્ભ જળમાં ફેલાયેલા પ્રદૂષણને કારણે જેમના આરોગ્યને નુકશાન થયુ છે અને જેમની જમીનને ઉત્પાદનનું નુકશાન થયું છે તેમને તાત્કાલિક ઉચ્ચક સહાય ચુકવવામાં આવે.

8: જે ખેડૂતોને ઉત્પાદન નુકશાન થયું છે તેમને તાત્કાલિક વચગાળાનું વળતર ચુકવવામાં આવે અને સીજનવાર થયેલા નુકશાનનો અભ્યાસ કરવામાં આવે.

9: નિષ્ણાતો અને ફિલ્ડવર્કરોની બનેલી સક્ષમ આંતરિક શિસ્ત સમિતિની નિમણુંક કરવામાં આવે જે અત્યારસુધી થયેલા નુકશાનનો અભ્યાસ કરી વળતર નક્કી કરે.

10: સુપ્રીમ કોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના અત્યાર સુધીના હુકમોનું અક્ષરશઃ પાલન કરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published.