/

અમદાવાદીઓ હવે તમારા પર ડ્રોન રાખશે બાજ નજર, જો બહાર દેખાયા તો!

અમદાવાદમાં કોરોના વાયરસના કારણે કેટલાક વિસ્તારોમાં લોકડાઉનની અસર દેખાઈ રહી છે પરંતુ બીજી બાજુ લોકડાઉનના કડક અમલ વચ્ચે પણ લોકો બહાર નીકળી રહ્યા છે જેથી DGP શિવાનંદ ઝા દ્વારા અગત્યની જાહેરાત કરાઈ છે.તો અમદાવાદમાં ડ્રોનની મદદથી લોકો ઉપર બાજ નજર રાખવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં લોકડાઉનનો કડક અમલ કરાવવા પોલીસ કર્મચારીઓ સતત પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં રેપિડ એકશન ફોર્સ પણ ઉતારવામાં આવી છે. તો હવે પોલીસ ડ્રોનની મદદથી બહાર નીકળતા શહેરીજનો ઉપર નજર સાથેજ લોકડાઉનમાં કાયદાનું ભંગ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે ડ્રોનથી વિવિધ એરિયા અને સોસાયટીઓના રસ્તાનું નિરિક્ષણ પણ કર્યું છે.

જેથી હવે જો કોઈ કારણ વગર ટોળા જમાવતા લોકો કે લટાર મારવા નીકળતા લોકો ડ્રોનમાં દેખાશે તો તેમની સામે પોલીસ કડક કાર્યવાહી કરશે.. સાથેજ અમદાવાદના ઈસ્કોન અને રામદેવ નગર વિસ્તારમાં પણ ડ્રોન દ્વારા પોલીસ સર્વેલન્સ કરી રહી છે. DGP શિવાનંદ ઝાએ જણાવ્યું કે લોકડાઉનના પગલે પોલીસ કર્મચારીઓ 2 ડ્યુટી અનુસાર 24 કલાક કામ કરી રહ્યા છે એવામાં પોલીસ જનતા સામે કડક બને તો તે જનતાના હિત માટે છે.જો વિસ્તારોમાં લોકડાઉનનું પાલન કરવામાં નહીં આવે તો ત્યાં ક્રાઈમ બ્રાન્ચ અને એન.આર.એફ તૈનાત કરવામાં આવશે. સાથેજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકડાઉનની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે શનિવારથી જાહેરનામાનાં ભંગના 680 કેસ નોંધાયા છે તોકોરન્ટાઈન ભંગના 418 કેસ નોંધાયા છે.જેની સાથે 2041 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે અને 6131 વાહનો પણ પોલીસે જપ્ત કર્યા છે. તો પોલીસ વડા શિવાનંદ ઝાએ લોકડાઉનનું ચુસ્ત અમલ કરવા અને ઘરે રહેવા અપીલ કરી હતી

Leave a Reply

Your email address will not be published.