//

અમદાવાદમાં પોલીસે આ મસ્જિદમાંથી 16 લોકોની કરી અટકાયત, તમામને ચેકઅપ માટે હોસ્પિટલ ખસેડાયા

લોકડાઉનનું ચુસ્તપણે અમલ કરાવવા પોલીસ અને સરકાર દ્વ્રારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી મસ્જિદમાં 16 લોકો ભેગા થયા હોવાની બાતમી મળતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી અમદાવાદ શાહપુર પોલીસે રંગીલા પોલીસ ચોકી પાસે આવેલી સુબ્રાતિ શાહ મસ્જિદમાંથી16 શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે. તો આ મસ્જિદમાં કર્ણાટકથી આવેલા લોકો રોકાયા હોવાની પોલીસને બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવતા મસ્જિદમાંથી 16 લોકો મળ્યા હતા. પોલીસે તમામને સ્વાસ્થ્યની તપાસ માટે હોસ્પિટલમાં ખસેડયા છે. તો આ લોકો છેલ્લા કેટલાક દિવસથી મસ્જિદમાં રોકાયા હોવાની પ્રાથમિક વિગતો પણ મળી છે.

Leave a Reply

Your email address will not be published.