//

GHMC ચૂંટણીમાં AIMIMનો સ્ટ્રાઈક રેટ 86%થી પણ વધુ રહ્યો

GHMCની કુલ 150 બેઠકો પર ચૂંટણીમાં રાજ્યની સત્તાધારી TRS 56 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે, પરંતુ તેને બહુમત મળ્યો નથી. ભાજપ બીજા નંબરની પાર્ટી બની ગઇ છે, જ્યારે હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM કોઇ બેઠકનું નુકસાન ઉઠાવ્યા વગર 44 બેઠક જીતવામાં સફળ રહી છે. જ્યારે કોંગ્રેસને માત્ર બે બેઠક મળી છે.

ઓવૈસીની પાર્ટીનો સ્ટ્રાઇક રેટ સૌથી સારો રહ્યો છે. ઓવૈસીએ 150 સભ્યો ધરાવતા નગર નિગમમાં માત્ર 51 બેઠક પર જ ઉમેદવાર ઉતાર્યા હતા અને તેમાંથી 44 બેઠક પર જીત મેળવી છે. ઓવૈસીનો સ્ટ્રાઇક રેટ 86 ટકાથી વધુનો રહ્યો છે, જ્યારે TRSએ 33 બેઠક ગુમાવવી પડી છે. મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવની પાર્ટીને 2016ની ચૂંટણીની તુલનામાં 40 ટકા ઓછી બેઠક મળી છે.

વર્ષ 2016ની GHMC ચૂંટણીમાં સત્તાધારી તેલંગાણા રાષ્ટ્રીય સમિતીએ 99 બેઠક જીતી હતી અને મેયર પદ પર કબજો જમાવ્યો હતો, ત્યારે ભાજપને માત્ર 4 અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMને 44 બેઠક મળી હતી. ભાજપે આક્રમક પ્રચાર અને હિન્દૂ કાર્ડ રમતા હૈદરાબાદમાં જોરદાર જીત મેળવી છે અને પોતાની તાકાત 12 ઘણી વધારી છે.

તો વર્ષ 2018માં 117 બેઠકો પર યોજાયેલી તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 100 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા પરંતુ તેના માત્ર 2 ધારાસભ્ય જ જીતી શક્યા હતા પરંતુ બે વર્ષ બાદ જ પાર્ટીએ દક્ષિણ રાજ્યમાં સ્થાનિક સ્તરે મોટી પકડ જમાવી છે.

Leave a Reply

Your email address will not be published.