////

કેન્દ્ર સરકારની આ લોકોને મોટી ભેટ, એર ઇન્ડિયા ફ્લાઇટની ટિકિટ મળશે અડધા ભાવે

કેન્દ્ર સરકારે હવાઇ સફર કરનારા વડીલ મુસાફરોને લઇને આજે બુધવારે મોટી જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, દેશમાં 60 વર્ષથી ઉપરની કોઇપણ વ્યક્તિ હવે એર ઇન્ડિયામાં પ્રવાસ માટે અડધી કિંમતની ચૂકવણી કરીને ટિકિટ ખરીદી શકશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ અંગેની જાણકારી બુધવારે આપી હતી.

ઉલ્લેખનીય છે કે, એર ઇન્ડિયાની વેબસાઇટ પર સમગ્ર સ્કીમ અંગેની જાણકારી આપવામાં આવી છે. જેમાં કેટલાક નિયમ પણ લાગુ કરવામાં આવ્યા છે.

કોણ લઇ શકે છે આ સેવાનો લાભ?

  • મુસાફર ભારતીય નાગરિકત્વ ધરાવતો હોવો જરૂરી છે તથા તે ભારતમાં કાયમી વસવાટ કરતો હોવો જોઇએ. જેમની મુસાફરીની તારીખ વખતે ઉંમર 60 વર્ષની હોવી જરૂરી છે.
  • ઇકોનોમી કેબિનમાં પસંદ કરેલા બુકિંગ વર્ગના મૂળ ભાડાનો 50%
  • ભારતમાં કોઈપણ ક્ષેત્રની મુલાકાત માટે
  • ટિકિટ આપવાની તારીખથી 1 વર્ષ માટે લાગુ
  • સાત દિવસ અગાઉથી ટિકિટ બુક કરવા પર માન્ય

આ પ્રકારની યોજના અગાઉ એર ઇન્ડિયા દ્વારા પણ ચલાવવામાં આવતી હતી. જોકે હવે મંત્રાલય દ્વારા માન્યતા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સરકાર એર ઇન્ડિયાને ખાનગી હાથમાં આપવા પ્રયાસ કરી રહી છે. તાજેતરમાં એવી માહિતી મળી હતી કે ટાટા જૂથ ફરી એકવાર એર ઈન્ડિયાને સંચાલિત કરી શકે છે. ટાટા જૂથે એર એશિયા ભારત દ્વારા આ ઇઓઆઇ ફાઇલ કર્યું છે. ટાટા જૂથની એર એશિયામાં બહુમતી હિસ્સો છે.

Leave a Reply

Your email address will not be published.