/

અક્ષયકુમારની લેટેસ્ટ ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ વિવાદમાં ઘેરાઈ

બોલીવુડ સ્ટાર અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી બોમ્બનું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. ત્યારે આ ફિલ્મની રિલીઝ ડેટ પણ હવે નજીક આવી રહી છે, તેવામાં ફિલ્મના નામને લઇને વિવાદ ઉભો થયો છે. જેમાં દેશમાં કેટલાક સંગઠન ફિલ્મના નામને લઇને વિરોધ કરી રહ્યાં છે. આ સંગઠનોનું કહેવું છે કે, લક્ષ્મી બોમ્બ ફિલ્મ પર પ્રતિબંધ મુકવો જોઇએ. તો કેટલાક લોકોનું કહેવું છે કે ફિલ્મમાં ધાર્મિક લાગણીઓને દુભાવનારા દ્રશ્યો બતાવવામાં આવ્યા છે. આ ઉપરાંત હવે તો રાષ્ટ્રીય હિન્દુ સેનાએ પણ ફિલ્મની સામે મોરચો ખોલ્યો છે.

આ ઉપરાંત રાષ્ટ્રીય હિન્દુ સેનાએ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરને પત્ર લખ્યો છે. જેમાં ફિલ્મ લક્ષ્મી બોમ્બ પર પ્રતિબંધ લગાવવાની માગં કરી છે. સંગઠને ચેતવણી આપી છે કે, જો ફિલ્મનું નામ બદલવામાં નહીં આવ્યું તો રિલીઝના સમયે સંગઠનના કાર્યકર્તા વિરોધ પ્રદર્શન કરશે.

તો બીજી તરફ હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ ટ્વીટ કરી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરને લખેલો પત્ર શેર કર્યો છે. જેમાં લખ્યું કે, હિન્દુ સેનાએ પ્રકાશ જાવડેકરને એક પત્ર લખ્યો છે. તેમાં માંગ કરવામાં આવી છે કે, લક્ષ્મી બોમ્બના મેકર્સ અને કાસ્ટની સામે એક્શન લેવામાં આવે. ફિલ્મ દ્વારા હિન્દુ દેવી લક્ષ્મીનું અપમાન કરવામાં આવ્યું છે.

અક્ષય કુમારની આ ફિલ્મ 9 નવેમ્બરે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. ફિલ્મમાં કિયારા અડવાણી ફિમેલ લીડમાં છે. ફિલ્મનું ટ્રેલર પણ ટ્રેન્ડિંગમાં છે અને ફિલ્મનું પ્રથમ સોન્ગ પણ રિલીઝ થયું છે. સાથે જ ફિલ્મમાં આવતું બુર્ઝ ખલીફા સોન્ગ પણ હિટ થઇ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.