/

સોનીપતમાં દારૂના સેવનથી 20 લોકોના મોત

હરિયાણાના સોનીપતમાં દારુના સેવનથી 20 લોકોના મોત નિપજ્યા છે. તેમજ અન્ય લોકોની હાલત ગંભીર છે. જેઓને બેભાન હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોની પુછપરછ કરવામાં આવતા તેઓએ જણાવ્યું કે, દારુના સેવનથી તેમની તબિયત ખરાબ થઈ છે. આ સમગ્ર ઘટના બાદ પોલીસે ગેરકાયદેસર દારુ વેચનારની તપાસ હાથ ધરી છે.

પોલીસે હાલમાં 4 મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ ખસેડ્યા છે. જેમાં રિટાયર્ડ સીઆરપીએફના જવાનના શરીરમાંથી પણ ઝેરીલું રસાયણ મળવાની વાત સામે આવી છે. તમામ લોકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે.

Leave a Reply

Your email address will not be published.